મોરબી: મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીની સેવાયાત્રા નાની નાની ખુશીઓ ભેગી કરીને આગળ વધી રહી છે, જેનો ઉદ્દેશ્ય લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો છે. આ પ્રયાસ અંતર્ગત મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ ફરી એકવખત બે સમૂહલગ્નમાં પોતાના ભંડોળમાંથી આર્થિક સહયોગ કરીને સમાજ માટે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યુ હતુ.
મોરબીમાં કાર્યરત વાત્સલ્યમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ સહ-આયોજક તરીકે ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં રૂ. 41,000નું અનુદાન આપ્યું હતું. આ દાનનો ઉપયોગ દીકરીઓને કપડાં આપવા માટે થયો હતો.
આ ઉપરાંત દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજિત 7 કન્યાઓના સમૂહ લગ્નમાં સંસ્થાએ કન્યાદાનમાં 7 દીકરીઓને 7 ઢોકળા સ્ટીમરો, 7 વેજીટેબલ ચોપર, 7 બેગ, 7 માછલી ( પગ માં પહેરવાની) 7 નાકના દાણા, 7 શુભ લાભ શો પીસ, 7 ફેસ ક્રીમ, 15 બ્લાઉઝ પીસ સહીતની ભેટ કરિયાવરમાં આપી હતી.
સંસ્થાના સભ્યોએ ઉત્સાહભેર બન્ને પ્રસંગોમાં હાજરી આપી હતી અને જણાવ્યુ હતુ કે, અમે આશા રાખીએ છીએ કે અમે ભવિષ્યમાં પણ આવા જ પ્રયાસો કરતા રહીશું જે લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે.

