મોરબીના રવાપર ઘુનડા રોડ પર કારમાંથી વિદેશી દારૂના 96 ચપલા સાથે બે ઝડપાયાં
મોરબી શહેરમાં બુટલેગરો એટલા સધ્ધર થય ગયા છે કે હવે કારમા વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર ઘુનડા રોડ પર ન્યુ એરા સ્કુલ પાસેથી બલેનો કારમાથી વિદેશી દારૂના ૯૬ ચપલા સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીનના રવાપર ઘુનડા રોડ પર આવેલ ન્યુ એરા સ્કુલ પાસે આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળી બલેનો કાર રજીસ્ટર નંબર -જી.જે-૩૬- એ.પી.-૨૪૦૨વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૯૬ કિં રૂ.૧૨૦૦૦ તથા કાર કિં રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૩,૧૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી નાગેશભાઇ ઉર્ફે નાગરાજ રમેશભાઇ સારેસા (ઉ.વ.૨૩) રહે.મોરબી વીશપરા રોહીદાસપરા વિજયનગરના ખુણા પાસે મુળ રહે. છતર તા. ટંકારા તથા બકુલભાઇ દેવજીભાઇ ચૌહાણ (ઉ.વ.૨૨) રહે. વીશીપરા રોહીદાસપરા મેઇન મોરબીવાળાને પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.