ટંકારાના સાવડી ગામ નજીક રોડ પર કારે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત
ટંકારાના સાવડી થી ઓટાળા ગામની વચ્ચે એસ્સાર પેટ્રોલ પંપ સામે રોડ પર કારે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં શીવલાલભાઈ ગોસરાની વાડીએ ઓરડીમાં રહેતા ખજાનભાઈ ભિમસિંહ રાઠવા એ આરોપી કાર રજીસ્ટર નંબર -જીજે-૦૩-જે.એલ.-૬૩૯૨ ના ચાલક નવનીતભાઈ વેલજીભાઈ બોડા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી ફોરવ્હીલ ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના દિકરા સાથે વાહન અકસ્માત કરી શરીરે ગંભીર ઇજાઓ થતાં ફરીયાદીના દિકરાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.