Sunday, February 23, 2025

હળવદની બાપા સીતારામ મઢુલી નજીક વાંકાનેર ડેપોની એસટી બસ અને મીની ટ્રક વચ્ચે મોરે મોરો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર એસટી ડેપોની દાહોદ-ગાંગરડી તરફ જતી એસટી બસને ગતરાત્રિના હળવદની બાપાસીતારામ મઢુલી નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં સામેથી આવતા અશોક લેલન્ડ છોટા હાથી મિનિટ ટ્રકના ચાલકે એસટી બસ સામે મોરે મોરો ભટકાડી અકસ્માત સર્જાયો હતો, જેમાં સદનસીબે બંને વાહનોના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર એસટી ડેપોની વાંકાનેર-દાહોદ-ગાંગરડી રૂટ પર ચાલતી એસટી બસ ગતરાત્રિના દસ વાગ્યાની આસપાસ દાહોદ તરફ જઇ રહ્યો હોય, ત્યારે હળવદ નજીક બાપાસીતારામની મઢુલી/મંદીર નજીક રોડનું કામ ચાલતું હોય, ત્યારે એક તરફ વાહન વ્યવહાર ચાલુ હોય જેમાં સામેથી પૂર ઝડપે આવતા અશોક લેલન્ડ છોટા હાથી મીની ટ્રકના વાહન ચાલકે બેદરકારી દાખવી એસટી બસ સામે પોતાનું વાહન મોરે મોરો ધડાકાભેર અથડાવતાં અકસ્માત સર્જાયો હતો.

સદનસીબે આ આકસ્માતના બનાવમાં બંને વાહનોમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો પરંતુ બંને વાહનોમાં નુકસાની પહોંચી હતી. જે બાદ એસટી બસના મુસાફરો માટે અન્ય બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર