મોરબીના ત્રાજપરમાથી જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયાં
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપરમાથી અલગ અલગ જગ્યાએથી તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન પ્રથમ દરોડા પાડી મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી ઓરીએન્ટલ બેન્કવાળી શેરી પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો સુનીલભાઇ ગોરધનભાઇ સુરેલા (ઉ.વ.૨૨) રહે. ત્રાજપર ખારી મોરબી, પીંટુ નારાયણભાઇ સનુરા (ઉ.વ.૨૨) રહે. આંગણવાડીની સામે ત્રાજપર ખારી મોરબી-, મહેશભાઇ વિરજીભાઇ પીપળીયા (ઉ.વ.૫૦) રહે. ઓરીએન્ટલ બેન્કવાળી શેરી ત્રાજપર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૬૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
જ્યારે પોલીસે બીજા દરોડા દરમ્યાન મોરબીના ત્રાજપર અવાળાની બાજુમાં ખૂલ્લા પટ્ટામાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો કિશનભાઇ સવજીભાઇ કુંવરીયા (ઉ.વ.૨૨) રહે,ત્રાજપર ગામ અવાળાની બાજુમા મોરબી, રામજીભાઇ સવશીભાઇ સનુરા (ઉ.વ.૨૪) રહે, ત્રાજપર ગામ ઓરીએન્ટલ બેન્ક વાળી શેરી નં.૬ મોરબી, કિશોરભાઇ લાભુભાઇ પાટડીયા (ઉ.વ.૨૬) રહે. ત્રાજપર ખારી ચોરાવાળી શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.