મોરબી L.E. કોલેજ ખાતે નેચર અવરનેસ સેમીનાર યોજાયો
મોરબી: મોરબી શહેરમાં આવેલ એલ.ઈ. કોલેજ ખાતે એન.એન.એસ.યુનિટ દ્વારા નેચર અવરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રકૃતિ પ્રેમી જીતુભાઈ ઠક્કર અને હરડે પ્રચારક અનેનાડી ચિકિત્સક ઝાલાએ પોતાના વિચારો રજૂ કરેલ અને વિવિધ વનસ્પતિઓની ઓળખ, ઉપયોગીતા, જમીનની ફળદ્રુપતા વધે અને કલાઈમેન્ટ ચેન્જથી વાતાવરણ કઈ રીતે બચાવી શકાય અને મોરબીને સ્વચ્છ અને રળિયામણુ કઈ રીતે બનાવી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપેલ હતું.
આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી ડો. આર.એન.રાઠોડ અને ડો. કે.બી.વાઘેલા એન.એસ.એસ.કો -ઓર્ડીનેટરે લીધેલ. દરેક વિધાર્થી અને સ્ટાફગણને સુવિચાર અને પેન આપીને પ્રકૃતિ જતનનો સંદેશ પ્રસરે એ માટે આદરણીય આચાર્ય આર.કે.મેવાડાએ માર્ગદર્શન આપેલ આ કાર્યક્રમમાં અંદાજે ૧૨૦ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.