રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે.અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનારમાં થાય છે. આ વખતે 30મી કાર્યશાળા (સેમિનાર) તારીખ ૨૦/૦૨/૨૦૨૫ ને ગુરુવાર ના રોજ રાત્રે ૯:૧૫ વાગ્યે મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ, શનિદેવના મંદિર પાછળ યોજાશે.
વક્તા વિપુલભાઈ અઘારા સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ મહાકુંભ મેળો એક પરીચય પર એક વાતચીત કરશે. આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે. સમાજના લોકોને( અધ્યેતાઓને) આ કાર્યક્રમમાં જોડાવવા લોકોને વિનંતી કરવામાં આવી છે.
મોરબીના નવા મહેન્દ્રનગર પાસેથી ગુમ થયેલ બાળક મળી આવતા બાળકનુ તેના માતા પિતા સાથે મોરબી સીટી બી ડીવીઝન પોલીસની "SHE TEAM" દ્વારા મીલન કરાવ્યું હતું.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન આજે આશરે સવારના અગિયાર વાગ્યેની આસપાસ નવા મહેન્દ્રનગર પાસેથી આશરે ઉ.વ.૦૫ નુ વાલીવારસ વગરનું...