મોરબી શહેરમાં અત્યારે “સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૦૨૫” અન્વયે અઠવાડિક સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શહેરમાં ધાર્મિક સ્થળ જેમ કે સ્વામિનારાયણ મંદિર, GVP પોઈન્ટ, જાહેર શૌચાલયની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોરબીમાં તાજેતરમાં તારીખ ૧૭/૦૨/૨૦૨૫ ના રોજ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) ના સહયોગથી દેવ ફાઉન્ડેશન -વડોદરા દ્વારા હસ્તકળાને પ્રોત્સાહન આપવા પ્રદર્શની સહ વેચાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના કાર્યક્રમોનો ઉદેશ્ય એ છે કે ગુજરાતનો ભવ્ય સાંસ્કૃતિક કલા વારસો, હસ્તકલા નવી પેઢીમાં વિલુપ્ત ના બને તેમજ આ...
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા ગત તારીખ ૧૨/૦૨/૨૦૨૫ થી તારીખ ૧૮/૦૨/૨૦૨૫ સુધી મ્યુનિસિપિલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન અનુસાર મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ હોસ્પિટલો અને શાળાઓમાં ફાયર પ્રિવેંશન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
તે પૈકી ૮ હોસ્પિટલમાં ૪૫ હોસ્પિટલ સ્ટાફને અને સ્કૂલો પૈકી ૦૨ સ્કુલમાં ૨૫૦ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની...
મોરબી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની નિયમિત, રિપીટર, પૃથક, ખાનગી ઉમેદવારો માટે પરીક્ષાઓ યોજાશે. જે અંતર્ગત આગામી તારીખ ૨૭/૦૨/૨૦૨૫ થી તારીખ ૧૭/૦૩/૨૦૨૫ દરમિયાન મોરબી જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨...