Sunday, April 27, 2025

મોરબીના સાપર ગામ નજીક ગેસ કટીંગ કૌભાંડ ઝડપાયું; 50.66 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાંથી અનઅધિકૃત રીતે ગેસ કટીંગ કરતા બે ઇસમોને કુલ કિ.રૂ. ૫૦,૬૬,૦૭૯/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલના ગ્રાઉન્ડમાં હોટલ સંચાલક ભગીરથ મંગારામ બિશ્નોઇ રહે. બાગલી તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળો અમુક ઇસમો સાથે મળી હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ગેસના ભરેલ ટેન્કરમાંથી ગેસ કાઢવાની ગેરકાયદેસર પ્રવૃતી કરે છે. જે બાતમીના આધારે રેઇડ કરી બે ઇસમો રાહુલ જેતારામ કુરાડા રહે.પમાણા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન), તથા બુધારામ વાગતારામ ખિચડ રહે. ભુતેલ તા. સાંચોર જી.જાલોર રાજસ્થાનવાળાને રૂ. ૫૦,૬૬,૦૭૯/-ના મુદામાલ સાથે પકડી પાડી પુછપરછ કરતા અન્ય બે ઇસમો ભગીરથ મંગારામ બિશ્નોઇ રહે. બાગલી તા. સાંચોર જી.જાલોર (રાજસ્થાન) તથા ટેંન્કર નં-GJ-06-AZ-0432 નો ચાલકનુ નામ ખુલતા કુલ ચાર આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર