મોરબીના ત્રાજપર નજીક જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝડપાયા
મોરબી: મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી પાછળ ખૂલ્લા પટ્ટામાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી પાછળ ખૂલ્લા પટ્ટામાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઈસમો રવજીભાઇ બાબુભાઇ મકવાણા (ઉ.વ.૫૮) રહે. ત્રાજપર ખારી રામજીભાઇ મંદીર સામે મોરબી, શૈલેષભાઇ દેવજીભાઇ મામેજા (ઉ.વ.૨૯) રહે. ત્રાજપર પટની માતાજીના મંદીર પાસે મોરબી, નીમુબેન રાજેશભાઇ લખમણભાઇ સનુરા (ઉ.વ.૫૫) રહે. ત્રાજપર ખારી મોરબી, મધુબેન દિલીપભાઇ હંસરાજભાઇ પાટડીયા (ઉ.વ.૪૫) રહે. પીપળી તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.