લોકો હંમેશા ટીવી જગતની આ પ્રિય પુત્રવધૂઓ વિશે જાણવામાં રસ ધરાવતા હોય છે. વ્યક્તિગત જીવનથી લઈને તેમના વ્યાવસાયિક જીવન સુધીની દરેક બાબત જાણવા માગે છે. તમને જણાવી દઈએ કે ઘણી એવી અભિનેત્રીઓ છે જેમનું પહેલુ પ્રોફેશન અભિનય ન હતું. કોઈ રેડિયો જોકી હતું, તો કોઈએ પત્રકાર તરીકે કામ કર્યું હતું. જોકે, થોડો સમય કામ કર્યા પછી તે અભિનય તરફ વળી. નાના પડદે આ અભિનેત્રીઓનો દેખાવ એવો છે કે લોકો તેમને વારંવાર જોવાનું પસંદ કરે છે. આ અભિનેત્રીઓની સૂચિમાં ઘણી લોકપ્રિય ટેલિવિઝન પુત્રવધૂનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે તમારી મનપસંદ અભિનેત્રી અભિનય પહેલાં શું કરતી હતી.
સાક્ષી તંવર
ટીવીથી લઈને ફિલ્મો સુધીની સફર કરનારી સાક્ષી તંવરને એક તેજસ્વી અભિનેત્રી માનવામાં આવે છે. તેણે દંગલ, મહોલ્લા અસી, અને આઝાદ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ટીવી સીરિયલ કહાની ઘર ઘર કીથી તેને ખૂબ લોકપ્રિયતા મળી. આ પછી, તેણીએ ઘણાં હિટ શો આપ્યા, અભિનય પહેલાં તે સેલ્સ ટ્રેની અને એન્કરની તરીકે કામ કરી ચૂકી છે. તેની કારકિર્દીની શરૂઆતમાં, તેણે તાજ પેલેસ હોટેલમાં સેલ્સ ટ્રેની તરીકે કામ કર્યું. જ્યારે તે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસિસની પરીક્ષાની તૈયારી કરી રહી હતી, ત્યારે તેના એક મિત્રએ ઓડિશન આપવાનું કહ્યું, જેમાં તેનું સિલેક્શન થયું. અને આ રીતે તેની અભિનય કારકીર્દિની શરૂઆત થઈ.
દીપિકા કક્કડ
ટીવી જગતની ટોચની અભિનેત્રી દીપિકા કક્કડે નાના પડદે એન્ટ્રી કરતા પહેલા એક એર હોસ્ટેસ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ઘણા વર્ષો લોકપ્રિય એરલાઇન માટે કામ કર્યું. તે આંતરરાષ્ટ્રીય એરલાઇન્સમાં કામ કરવા ઇચ્છતી હતી, પરંતુ ખરાબ તબિયત હોવાને કારણે તે કરી શકી નહીં. બાદમાં તેણીએ એર હોસ્ટેસની નોકરી છોડી દીધી અને મુંબઇ રહેવા ગઈ. અહીં તેણે એક મોડેલિંગ એજન્સીમાં કામ કરવાનું શરૂ કર્યું, પછી ધીમે ધીમે તે અભિનય તરફ આગળ વધી.
પ્રિતિકા રાવ
બોલિવૂડ અભિનેત્રી અમૃતા રાવની બહેન પ્રિતિકાએ તેની બહેનની જેમ બોલીવુડમાં નહીં પણ પહેલા ટીવી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. ટીવી સીરિયલ ‘બેઈંતેહા’માં કામ કરતા પહેલા પ્રિતિકાએ ફિલ્મ જર્નાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. આ પછી, તેણે મોડેલિંગ તરફ પ્રયાણ કર્યુ, ત્યારબાદ તે અભિનયમાં આવી. પ્રિતિકાએ તેના કોલેજના દિવસોથી જ શો અને વીડિયો ગીતોનો હિસ્સો બનવાનું શરૂ કર્યું હતું. ટીવી શો ઉપરાંત તેણે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.