છેતરપીંડી; લજાઈ નજીક કારખાનામાથી ખુરશી, ટેબલ ભરેલ માલ આઇસર ચાલકે રાખી લેતા ફરીયાદ નોંધાઈ
ટંકારાના લજાઈ ગામની સીમમાં એવન પ્લાસ્ટિક કારખાનામાંથી રાજપીપળાના વેપારીને ઓર્ડર મુજબનો પ્લાસ્ટિકની ખુરશી અને ટેબલ મળિ કુલ કિં રૂ.૧,૨૭,૫૨૫ નો મુદામાલ આઇસર ભરી મોકલેલ હોય આઇસર ચાલકે પોતાના ફાયદા માટે રાખી લઈ વેપારી સાથે છેતરપિંડી કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના બંગાવડી ગામના વતની અને હાલ મોરબીના શનાળા રોડ પર બાયપાસ પાસે સીટી મોલ પાછળ નિલકંઠ સોસાયટીમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટ બ્લોક નં -૨૦૧મા રહેતા વિનોદભાઈ મહાદેવભાઈ સોરીયા (ઉ.વ.૪૬) એ આરોપી આઇસર વાહન રજીસ્ટર નંબર -જીજે-૧૪-એક્સ-૮૨૦૧ ના ચાલક અરજણભાઇ ફાતાભાઈ બારીયા રહે. પઠાર મહિસાગરવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદના પોતાના એવન પ્લાસ્ટીક કારખાનામાથી રાજપીપળાના વેપારીને ઓર્ડર મુજબનો પ્લાસ્ટીકની ખુરશી નંગ-૧૦૮૫ કિ.રૂ. ૧,૨૫,૧૨૫/- તથા સેન્ટર ટેબલ નંગ-૧૬ કિ.રૂ.૨૪૦૦/- મળીને કુલ કિ.રૂ. ૧,૨૭,૫૨૫/-વાળો આઇસર વાહન રજી નં-GJ-14-X-8201 વાળાનો ચાલક અરજણભાઇ ફાતા ભાઇ બારીયાએ માલસામાન / માલવાહન સાથે રાજપીપળા ખાતે વેપારીને મોકલેલ હતો જે માલ ત્યા નહિ પહોચાડીને અંગત ફાયદા માટે રાખી લઇ ફરીયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.