Monday, April 28, 2025

અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ મોરબીથી ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને અંજાર ખાતેથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. પોલીસને હ્યુમન સોર્શ, ટેકનીકલ માધ્યમ, તથા ખાનગી રાહે બાતમી મળેલ કે, અમદાવાદ શહેર નારોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી પુરણસિંગ લલ્લુરામ નિશાદ રહે. આલ તા.જી.જાલોન થાના કોર્થોદ (યુ.પી) વાળો ઇસમ ચોરીના ગુનામા નાસતો ફરતો છે અને હાલે તે ઘટું ગામ પાસે આવેલ બાપાસીતારામ ચોકડી પાસે ઉભેલ છે જે ઇસમની તપાસ કરતા ઇસમ એક જુના જેવુ હીરો હોન્ડા સ્પેલન્ડર મોટર સાયકલ સાથે મળી આવેલ જે ઇસમની વિષેશ પુછપરછ કરતા સને-૨૦૧૮ ની સાલમાં પોતે તથા પોતાનો નાનો ભાઈ ગોપાલ નિશાદ એમ બન્નેએ સાથે મળી એક બંધ મકાનમાંથી ચોરી કરેલ હતી અને તેમાંથી તેઓને એક લેપટોપ તથા ચાંદીની મુર્તી તથા રોકડા રૂપીયા તથા અન્ય ચીજવસ્તુ મળેલ હતી જે ગુનાના કામે પોતાનો ભાઇ પકડાયેલ હોય અને પોતે આ ઘરફોડ ચોરી ગુનામાં પકડવાના બાકી છે તેવી કબુલાત આપેલ તથા આરોપીએ આજથી આશરે દોઢેક વર્ષ પહેલા અંજાર તાલુકાના એક ગામમાંથી મોટર સાયકલની ચોરી કરેલ હોય તેવી કબુલાત આપેલ હોય જેથી આરોપી પુરણસિંગ લલ્લુરામ નિશાદ રહે.આલ ઉત્તરપ્રદેશવાળાને અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ.ની કલમ ૩૫(૨) જે મુજબ અટક કરેલ છે. અને તેની પાસેથી અંજાર પો.સ્ટે.ના ગુનાના કામનુ મોટર સાયકલ મુદામાલ તરીકે કબ્જે કરેલ છે અંજાર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા ખાતે સોપી આપેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર