માળીયાના મહેન્દ્રગઢ ગામ નજીક જર્જરીત નાલુ નવુ બનાવી આપવા કોંગ્રેસની માંગ
માળીયા તાલુકાના મહેન્દ્રગઢ – દેરાળા રોડ પર મહેન્દ્રગઢ ગામ પાસેનુ નાલુ જર્જરીત હાલતમાં છે જે મોટી દુર્ઘટના ઘટી શકે તેમ છે જેથી આ નાલુ બનાવી આપવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી જીલ્લા વિકાસ અધિકારી તથા બાંધકામ શાખા વિભાગમાં લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે માળીયા તાલુકાના મહેન્દ્રગઢ – દેરાળા રોડ પર મહેન્દ્રગઢ ગામ તરફના વળાંક પાસેનું નાલુ ખુબ જ જર્જરીત હાલતમાં છે. આ જર્જરીત નાલાના કારણે ઉપરવાસના વિસ્તારમાં પાણીનો નિકાલ બંધ થઈ ગયેલ છે. જેના કારણે ખેડુતોના પાક તથા જમીનોને ભારે નુકશાન થાય છે.
આ અંગે મહેન્દ્રગઢ ગામના ગામલોકોએ અવારનવાર લેખીત તથા મૌખીક રજુઆત પણ કરેલ છે. તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી.
ઉલ્લેખનીય છે કે આ જર્જરીત નાલાના કારણે ભવિષ્યમાં ગંભીર દુર્ઘટના બને તેવી દહેસત છે. જેથી તાત્કાલિક આ નાલુ બનાવી આપવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે રજુઆત કરી માંગ કરી છે.