મોરબીના સામાકાંઠે માર્કેટિંગની દુકાનમાં વેપારી વિદેશી દારૂની 58 બોટલ સાથે પકડાયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિશાલ ફરનીકગરની બાજુમાં વિનાયક માર્કેટિંગ નામની દુકાનમાં વેપારી વિદેશી દારૂનો ગોરખધંધો કરતો હોવાની પૂર્વ બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા દુકાનમાંથી વિવિધ બ્રાન્ડની ૫૮ નંગ બોટલ સાથે સ્થળ ઉપર હાજર આરોપી વેપારી-યુવકની અટક કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે મોરબી-૨ માં વિનાયક માર્કેટિંગ નામની દુકાનમાં આરોપી આકાશભાઇ ધનજીભાઇ પટેલ ઉવ.૩૦ રહે.મોરબી રવાપર રોડવાળો પોતાની માલીકીની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે જેથી તુરંત બી ડિવિઝન પોલીસ ટીમે ઉપરોક્ત વિનાયક માર્કેટિંગ નામની દુકાનમાં રેઇડ કરી હતી, ત્યારે આરોપી આકાશ પટેલ હાજર મળી આવ્યો હતો આ સાથે દુકાનમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૫૮ બોટલ કિ.રૂ.૩૬,૪૮૨/-મળી આવતા આરોપી આકાશ પટેલની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે આ ગોરખધંધામાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલ હોય તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.