મોરબી: નવયુગ વિદ્યાલય – મોરબી દ્વારા આજે વેલેન્ટાઈન દિવસને બદલે વિદ્યાર્થીઓ આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારા સનાતન ધર્મરૂપી વેદના અમોક વાક્યોને, ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’ને સાર્થક કરનારું પર્વ માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા ધોરણ- ૦૪ થી ૦૮ ના વિદ્યાર્થીઓ મોટાભાગે પોતાના માતા પિતા અને દાદા દાદી તેમજ ગુરુજન સાથે આ દિવ્ય કાર્યક્રમમાં જોડાયા હતા અને આ કાર્યક્રમમાં યોગ વેદાંત સમિતીના સુરેન્દ્રનગરથી વિદ્વાન વક્તા દેવિકાબેનની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતા-પિતાને લગતી રહસ્યમય તેમજ કાર્તિકેય અને ગણેશજી ને લગતી આધ્યાત્મિક વાતો કરી વિદ્યાર્થીઓ અને માતા પિતાને ભાવવિભોર બનાવી દીધા હતા, તેમજ વિદ્યાર્થીઓ માતા-પિતાનું મહાત્મ્ય સમજી અને જીવનમાં પ્રેરણાદાયક વચનોથી બંધાઈને આ પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી અને આવનારી પેઢીને એક નવો ચિતાર આપ્યો હતો.
મોરબીમા ચક્ચારી વજેપર સર્વે નં ૬૦૨ કોભાંડ કોઈ ગરીબ નું ભ્રષ્ટ અધિકારી દ્વારા જમીન પચાવી પાડવાનું કોભાંડ નથી પણ સમાજને પૂછતો એક પ્રશ્ન છે કે અમે આમ જ તમારી સાથે જુલમ કરશું તમે શું કરશો આજે વજેપરના નકુમ પરિવાર હતો કાલે તમે હશો.
વજેપર જમીન કોભાંડની તપાસમા અનેક તર્ક વિતર્ક...
મોરબી: RDNP+ સંચાલિત “સમગ્ર” પ્રોજેકટ અંતર્ગત મોરબી ખાતે-3 CLH સ્ટાફની જરૂર છે. જેની લાયકાત (૧૨ પાસ), મોરબી સીટી અને જીલ્લામા ફિલ્ડ વર્ક કરી શકે તેવા, HIV ફિલ્ડના અનુભવી, HIV પોઝીટીવ ઉમેદવારને પ્રથમ પસંદગી કરવામાં આવશે. જેમનો પગાર ૯૦૦૦+૫૦૦૦ ટ્રાવેલીંગ, અને ઓપન ઈન્ટરવ્યું રાખવામાં આવેલ છે.
ઇચ્છુંક ઉમેદવારો માટે તારીખ ૦૧-૦૫-૨૦૨૫...