હળવદના નવા દેવળીયા ગામે સરપંચને બે શખ્સોએ માર મારતાં; ફરીયાદ
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે ગ્રામ પંચાયતમાં બે શખ્સો કોઈ કામ સબબ આવી તલાટી મંત્રી સાથે ઉગ્રભાષામા બોલતા હોય જેને સરપંચ દ્વારા શાંતીથી વાત કરવા જણાવતા આરોપીઓને શારુ નહિ લાગતા સરપંચને બે શખ્સોએ ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતા ઇશ્વરભાઈ રામજીભાઈ અઘારા (ઉ.વ.૫૫) એ આરોપી સુરપાલસિંહ તેજુભા પરમાર રહે. મોરબી મુળ ગામ નવા દેવળીયા તા. હળવદ તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી નવા
દેવળીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપતા હોય અને આ આરોપીઓ કોઇ કામ સબબ ગ્રામ પંચાયત ઓફિસે આવેલ હોય જે સાહેદ તલાટી કમમંત્રી વિજયસિંહ ઝાલા સાથે ઉગ્ર ભાષામાં જોરજોરથી બોલતા હોય જેથી ફરીયાદીએ આરોપીઓને શાંતીથી વાત કરવા જણાવતા આરોપીઓને સારૂ નહિ લાગતા ફરીયાદીને ગાળો આપી તેઓની સાથે ઝપાઝપી કરી ઢીક્કા પાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.