માળીયાના દેરાળા ગામે પરિણિતાએ ઝેરી દવા ગટગટાવી
માળીયા (મીં) તાલુકાના દેરાળા ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણસર ઝેરી દવા પી લેતા પરિણિતાનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળીયા મીયાણા તાલુકાના દેરેળા ગામે ભરતભાઈ શેરસીયાના મકાનમાં રહેતા અને મજુરી કરતા નરશાબેન સંજયભાઈ બારીયા ઉ.વ. ૧૮વાળાએ કોઇ કારણોસર ઝેરી દવા પી જતા ઝેરી અસર થતા પ્રથમ સારવાર મોરબી સીવીલ હોસ્પીટલમા બેભાન હાલતમા લઇ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલ ખાતે બેભાન હાલતમા સારવાર અર્થે લઇ ગયેલ બાદ વધુ સારવાર અર્થે મધ્યપ્રદેશ હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.