મોરબીના રણછોડનગરમાથી વિદેશી દારૂની 18 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી દિવસ ને દિવસે વધતી જઈ રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ નજીકથી જાહેરમાં વિદેશી દારૂની 18 બોટલો સાથે એક ઈસમને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટમાં પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૮ કિં રૂ. ૧૧,૫૩૮ ના મુદ્દામાલ સાથે આરોપી મેહબુબભાઈ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરા (ઉ.વ.૩૧) રહે. રણછોડનગર જલારામ પાર્ક પાછળ મોરબીવાળાને સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.