મોરબી જીલ્લાની મચ્છુ -૦૨ અને ૦૩ યોજનાના કમાન્ડ વિસ્તારમાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી જીલ્લાની મચ્છુ -૦૨ તેમજ ૦૩ યોજનાની કેનાલને મોટી કરીને કમાન્ડ વિસ્તારમાં વધારો કરવા બાબતે કાંતીલાલ બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે હાલમાં મોરબી જીલ્લામાં બે સિંચાઈ યોજના મચ્છુ – ૨ તેમજ મચ્છુ-૩ આવેલ છે. તેમાં મચ્છુ – ૨ માં પહેલા કમાન્ડ વિસ્તાર માં ઘણો વિસ્તાર બિન ખેતી થયેલ છે, તેમજ હવે કેનાલ ને લીફ્ટ ઈરીગેશન માં કન્વર્ટ કરેલ છે. ત્યારે મચ્છુ-૨ યોજનાની કેનાલ ને મોટી કરીને કમાન્ડ વિસ્તાર માં વધારો થઇ શેકતેમ છે.
કારણ કે મચ્છુ – ૨ યોજના ના જુના કમાન્ડ માં ઘણો વિસ્તાર બિનખેતી થયેલ છે. કેનાલ ને ગ્રેવિટી ને બદલે લીફ્ટ સિંચાઈ માં ફેરવવા માં આવેલ છે. મચ્છુ – ૨ માં નર્મદા કેનાલ નું પાણી પણ આવે છે. તો ઉપર નાં કારણો જોતા કમાન્ડ માં વધારો શક્ય છે. આ ઉપરાંત પાક વાવેતર માં ફેરફાર આવેલ છે. પહેલા મગફળી અને બાજરી, કાઠોળ નું વાવેતર કરવામાં આવતું હતું. અને રવિ સીઝન માં ખેતરો ખાલી રહેતા હોવાથી ઘઉં રાયડો જેવા પાકો નું વાવેતર કરવમાં આવતું હતું . હવે કપાસ નું વાવેતર વધારે થાય છે. તેથી ખેતરો ખાલી ના રહેતા હોય વાવેતર ઓછું થાય છે. તેમજ રવિ પાક માં ઝીરું ના પાક નું વાવેતર થતું હોય પાણી ની જરૂરત ઓછી હોય છે. અને ચાલુ કેનાલ ની સ્થિતિ જોતા કમાન્ડ વસ્તારની બહાર લુટાવદર , પીપળીયા, ચાચાવદરડા, તરધરી અને મોટા દહીસર ના ઘણા ખેતરો માં ચાલુ સાલે રવિ પાક નું વાવેતર થયેલ છે. જે લોકો મચ્છુ – ૨ કેનાલ ના વધાર ના પાણી નો ઉપયોગ કરેલ છે. અને તેઓને પાણી મળેલ પણ છે. એટલે પાણી ની ઘટ તે તો પાકું છે. સરકાર ને સિંચાઈ વિસ્તાર ના બહાર ના ખેતરો માં થયેલ પાક ની સિંચાઈ શુક્લ ની આવક થતી નથી. જો કમાન્ડ વધારવામાં આવે તો સરકાર ને પણ આવક થાય તેમ છે.
જ્યારે સામે પક્ષે ખેડૂતોને પણ પોતાના ખેતર કમાન્ડ વિસ્તારમાં આવવાથી ફાયદો થાય છે. તેમને પાકા ધિરાણમાં પિયત વિસ્તાર તરીકે ધિરાણ વધારે મેળવી શકશે. ખેતર ના નાના ટુકડા પણ ખાતે ચડી જશે. પોતાનો પાક સિંચાઈ ની સુવિધા ને ધ્યાને રાખીને વાવેતર કરી શકશે. ગામડા ઓ માંથી ખેડૂતોનું પલાયન અટકશે. વંચિત છે તેને સિંચાઈનો લાભ મળશે. નમર્દા કમાન્ડમાં જે બચત છે, તેમાં એમનો સમાવેશ કરવાથી સરકાર ને પણ કમાન્ડ વિસ્તાર વધારે બતાવી શકાશે. આ સિંચાઇ યોજનામા કમાન્ડ વધારવામાં આવે તેવી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.