Tuesday, February 11, 2025

મોરબીમાં નેકસેસ લકઝરીયર્સ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું: બે ઈસમોની ધરપકડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝામા પાંચમા માળે નેકસેસ લકઝરીયર્સ સ્પાની આડમાં ચાલતું કુટણખાનુ પકડી પાડી સ્પા સંચાલક સહિત બે ઈસમોની મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસને બાતમી મળેલ કે મહેશ હોટલની બાજુમા આવેલ ધર્મન્દ્ર પ્લાઝામા આવેલ નેકસસ લકઝરીયર્સ નામના સ્પા.ના સંચાલક જયદીપભાઇ હમીરભાઇ મકવાણા રહે.મોરબી ઉમા ટાઉનશીપ પાછળ તથા નિશ્ચલભાઇ મહેશભાઈ ભીમાણી રહે. મોરબી શનાળારોડ સ્કાયમોલની સામે રામનગર વાળાઓ પોતાના સ્પામા બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મશાજ) ના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનુ ચલાવે તેવી બાતમીના આધારે રેઇડ કરતા આરોપી સ્પા માથી મળી આવેલ હોય તેમજ અલગ અલગ રાજ્યમાંથી મસાજનુ કામ કરવા આવેલ આઠ યુવતીઓ મળી આવેલ હતી તેમજ સ્થળ ઉપર થી રોકડા રૂ.૨૦૫૦૦/- તથા પાંચ મોબાઇલ ફોન કિ.રૂ.૧,૧૫૦૦૦/-કરી આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪,૫(૧)(એ)(ડી),૬(૧)(બી), ની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર