મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે આવેલ શ્રી ગોર ખીજડીયા પ્રાથમિક શાળાનો 93મો જન્મોત્સવ તા. 14-02-2025 ને શુક્રવારના રોજ રાત્રે 08:00 કલાકે ગોર ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, સેલ્ફી ઝોન તથા શાળાના દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા સમગ્ર ગોર ખીજડીયા ગામ તથા શાળા પરીવાર દ્વારા આ કાર્યક્રમમાં પધારવા લોકોને ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ કાર્યક્રમના અંતે નાસ્તાનું આયોજન કરવામાં આવેલ છે.
ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસણખોરી કરી વસવાટ કરતા લોકો વિરુદ્ધ મોરબી જીલ્લા પોલીસે ડ્રાઈવ યોજી મોરબી જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા દશ જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ડીટેઇન કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુષણખોરી કરી વસવાટ કરતા લોકો બાબતે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતુ. જે ડ્રાઈવ દરમ્યાન મોરી...
ગાંધીનગર ખાતે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા, અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ-સરગાસણ દ્વારા સમગ્ર રાજ્યનાં પ્રકૃતિના સંરક્ષણ-સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ ૨,૫૨૫ પર્યાવરણપ્રેમી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં.
જેમાં ટંકારા તાલુકાના ભૂતકોટડા પ્રાથમિક શાળામાંથી કલ્પેશભાઈ ધોરી, હરબટીયાળી પ્રાથમિક શાળામાંથી સાંચલા ગીતાબેન, મેઘપર ઝાલા...