મોરબીના બેલા અને રાજપર ગામે જાહેરમાંનો ભંગ કરતા બે કારખાનેદારો સામે ગુન્હો દાખલ
મોરબી તાલુકાના બેલા (રં) ગામે આવેલ રાધે શ્યામ ઇન્ડસ્ટ્રીઝ તથા રાજપર ગામની સીમમાં આવેલ ઇન્ડિયન લેન્ટ ફેક્ટરીમા પર પ્રાંતીય મજુરો રાખી તેની માહિતી એપ્લીકેશનમા સબમિટ નહી જાહેરનામાનો ભંગ કરનાર બે કારખાનેદાર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા વધું બે કારખાનેદારો સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પ્રથમ દરોડામાં મોરબીના બેલા (રંગપર) ગામની સીમમાં આવેલ લોટસ કારખાના પાછળ રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીઝમા આરોપી સંજયભાઈ અંબારામભાઈ વસીયાણી (ઉ.વ.૪૧) રહે. રવાપર રોડ નિલકંઠ ફ્લેટ ઉમીયા-૦૩ મોરબીવાળાએ પોતાની ઇન્ડસ્ટ્રીઝમા પર પ્રાંતીય મજુરોને કામે રાખી તેની માહિતી એપ્લીકેશનમા સબમિટ નહી કરી મોરબી જીલ્લા કલેકટરે જાહેર કરેલ જાહેરનામાનો જાણી જોઈને ભંગ કરતા આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ -૨૨૩ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામા મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ ઇન્ડિયન લેન્ટ ફેક્ટરીમા આરોપી અજયભાઈ ભાઇલાલભાઇ પુજારા (ઉ.વ.૫૯) રહે. રઘુવીર સોસાયટી નવા બસ સ્ટેન્ડની સામે મોરબીવાળાએ પોતાની ઇન્ડિયન લેન્ટ ફેક્ટરીમા પર પ્રાંતીય બહારના મજુરો કામે રાખી તેમની માહિતી એપ્લીકેશનમા સબમિટ નહી કરી કલેકટરના જાહેરનામાનો અનાદર કરતા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.