મોરબી: શ્રી પ્રાયોગિક પ્રાથમિક શાળામાં SR ગ્રુપ અને પ્રાયોગિક પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ઇકો ક્લબ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત અભિયાન”નું વ્યાખ્યાન યોજાયું હતું.
જેમાં SR ગ્રુપ તરફથી સંગીતાદીદીએ સરળ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં પ્રદૂષણથી થતા નુકશાન વિશે વાત કરવામાં આવી હતી તેમજ મહાનગરપાલિકા જ્યારે પ્લાસ્ટિક મુક્ત મોરબી માટે કાર્ય કરતી હોય ત્યારે શાળા અને SR ફાઉન્ડેશને કપડાની થેલી કે બાયોબેગના ઉપયોગ વિશે જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું અને ચેતનભાઈએ પ્લાસ્ટિક અને બાયોબેગનો પ્રેકટીકલ ડેમો બતાવ્યો હતો. અંતમાં પ્રાયોગિક પ્રાથમિક શાળાના આચાર્ય મનનભાઈએ વિદ્યાર્થીઓને મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
મોરબીની સગીરાને વિધર્મી યુવકે ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુન્હામાં આરોપીને નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી પોતાની જામીન અરજી પરત લેવાની ફરજ પડી હતી.
ફરીયાદીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી કે, પોતાની સગીર બહેન ગુમ થયેલ હોઈ મળી આવતી નથી. પોલીસે પ્રાથમીક તપાસ કરતા મોરબીનો મુસ્લિમ યુવક રમજાન બ્લોચ...
મંત્રીના હસ્તે ૧ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું વાન અને ૧૮ ફોરેસ્ટ બાઈકનું લોકાર્પણ કરાયું
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં સિંહોના સંવર્ધન માટેના રામપરા અભયારણ્યની વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ ૧ વાઈલ્ડ લાઈફ રેસ્કયું અને ૧૮ ફોરેસ્ટ બાઈકને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જે...
ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસણખોરી કરી વસવાટ કરતા લોકો વિરુદ્ધ મોરબી જીલ્લા પોલીસે ડ્રાઈવ યોજી મોરબી જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા દશ જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ડીટેઇન કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુષણખોરી કરી વસવાટ કરતા લોકો બાબતે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતુ. જે ડ્રાઈવ દરમ્યાન મોરી...