મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે
મોરબી મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર એપ્રેન્ટીસોની જગ્યાની ભરતી કરવા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન મોરબી મહાનગરપાલિકા કચેરી, મોરબી શહેર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા અંગે જાણ કરવામાં આવે છે.
જેમાં કોમ્પ્યુટર ઓપરેટર (કોપા) ની ૮ જગ્યાઓ માટે આઈ.ટી.આઈ. પાસ આઉટ ઉમેદવારો માટે અને બેન્ક ઓફિસ એપ્રેન્ટીસની ૧૫ જગ્યાઓ જગ્યા માટે કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આગામી તારીખ ૧૧/૦૨/૨૦૨૫ ના રોજ અને હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટરની ૨૨ જગ્યાઓ માટે આઈ.ટી.આઈ. પાસ આઉટ ઉમેદવારો માટે આગામી તારીખ ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે
જે માટે ઇચ્છુક ઉમેદવારોની વયમર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ સુધીની હોવી જોઈએ. તેમને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે. ઉમેદવારોએ વોક-ઇન-ઇન્ટરવ્યુ સમયે લાયકાત સંબંધિત જરૂરી તમામ દસ્તાવેજોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
આ ઉપરાંત વોક ઇન ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત થનાર ઉમેદવારને કોઈપણ પ્રકારનું ભાડું કે ભથ્થું ચુકવવામાં આવશે નહીં. તેમણે સ્વખર્ચે અને સમયસર સ્થળ પર હાજર થવાનું રહેશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા અંગે આખરી નિર્ણયની સતા મ્યુનિસિપલ કમિશ્નર, મોરબી મહાનગરપાલિકાની રહેશે. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.