મોરબીના ઉંચી માંડલ ગામ નજીક ઈકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો
મોરબી હળવદ રોડ પર ઉંચી માંડલ ગામની સીમમાં ન્યુ બાબા રામદેવ હોટેલ સામે ઈકો કારમા વિદેશી દારૂ ભરી હેરાફેરી કરતા દારૂની બોટલ નંગ -૭૨ કિં રૂ. ૪૮૭૯૪ નો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ન્યુ બાબા રામદેવ હોટેલ સામે રોડ ઉપર આરોપી પોતાની કબ્જા ભોગવટા વાળી ઈકો કાર રજીસ્ટર નંબર – જીજે-૧૩-સિએ-૧૮૫૨ કિં રૂ. ૩,૦૦,૦૦૦ વાળીમા હેરાફેરી કરી ઈકો કારમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૭૨ કિં રૂ. ૪૮,૭૯૪ કુલ કિં રૂ.૩,૪૮,૭૯૪ ના મુદામાલ સાથે આરોપી અલ્તાફભાઈ ઉર્ફે લાલો મુબારકભાઈ હીંગોરજા (ઉ.વ.૨૪) રહે. માજી સૈનિક સોસાયટી કુડા ફાટક પાસે તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સંદિપભાઈ બેચરભાઈ ચાઉ રહે. સો ઓરડી મોરબીવાળાનુ નામ ખુલતા બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.