મંદિર માટે લડ્યા કે મસ્જિદ માટે લડ્યા સવાલ એ નથી કદાચ આજે હોસ્પિટલ માટે લડ્યા હોત તો પણ પરિસ્થિતિ આજ જેસે થે જ રહે .કેમ કે આપણે બધા જાણીએ છીએ કે કોરોના રોગથી બચવા માટે સોશ્યિલ ડિસ્ટન્સ જરૂરી છે,માસ્ક પેહરવું જરૂરી છે અને સમયાંતરે હાથ ધોવા,ભીડ કે ટોળાના ભેગા કરવા. આ બધીજ બાબત આપડે બધા જાણીએ છીએ છતાં આપણે મૂર્ખ જેવું વર્તન કરીએ છીએ. બંગાળમાં હાલ ચૂંટણી ચાલી રહી છે રેલીઓ યોજાય રહી છે ત્યાં નથી દો ગજ કી દુરીનું પાલન થતું નથી કે નથી કોઈએ માસ્ક પહેર્યું.શું રેલીમાં જનાર લોકોએ નિયમથી પરિચિત નથી ? જોકે આ બધાજ નિયમથી વાકેફ આપણને આપના પ્રિય એવા મોદીજીએ કરાવ્યું છે તો હાલ એ જ નિયમ મોદીજી કેમ નેવે મૂકે છે,મોદીજીએ અને તમને જનતા પાર્ટી બંગાળમાં સરેઆમ નિયમનો ઉલાળ્યો કરે છે . અમિતજી શાહને કેમ માસ્ક ન પેહરવા પર કોઈ સવાલ નથી કરતુ. જો આમ જ ચાલતુ રહેશે તો એમાં ગમે તેટલી હોસ્પિટલ બનશે તો પણ પરિસ્થિતિ કાબૂમાં નહિ આવે .આસામ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બાદ કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવારો રાજસ્થાનના છત્તીસગઢ અને અજમેરમાં રાજકીય પર્યટનની મજા લઇ રહ્યા છે. છત્તીસગઢમાં બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટના દસ ઉમેદવારો પ્રખ્યાત ચિત્રકોટ ધોધ જોવા ગયા હતા, જ્યારે અજમેરમાં પોલીસની સુરક્ષા વચ્ચે કોંગ્રેસ ગઠબંધનના સત્તર ઉમેદવારો ખ્વાજા ગરીબ નવાઝ હઝરત મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના મંદિરની મુલાકાત લીધા હતા અને બ્રહ્માના મંદિરની પણ મુલાકાત લીધી હતી. તીર્થરાજ પુષ્કર ખાતે બ્રહ્માજીના મંદિરે દર્શન કર્યા હતા. આમ કોરોના કાળ વચ્ચે નેતાઓ ચૂંટણી પ્રચારમાં ભૂલ્યા ભાન અને કોરોના ગાઈડલાઇન્સના ધજાગરા ઉડાડ્યા.
ગુજરાતની વાત કરીએ તો,રાજ્યભરમાં કોરોનાના કેસ ખૂબ જ વધી રહ્યા છે. હોસ્પિટલમાં જગ્યા નથી, લોકોને સારવાર નથી મળતી, ઓક્સિજનના સિલિન્ડર નથી મળતા, ઈન્જેક્શન નથી મળતા, ટેસ્ટ કરાવવા માટે કતારો છે, એમ્બ્યુલન્સની કતારો છે, અંતિમવિધિ માટે પણ કતારો છે. આ બધી સ્થિતિ વચ્ચે રાજકોટ સૌથી આગળ નીકળ્યું છે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે, જ્યાં દર્દીઓ પોતે બચી જશે અને તેમને કોઈ તકલીફ નહીં પડે તેવી આશા સાથે આવે છે, પણ હવે આ સિવિલ હોસ્પિટલને જોઈને ખરેખર દયા આવી રહી છે. અહીં આવતા દર્દીઓને ગેટ પર કલાકો સુધી એમ્બ્યુલન્સમાં સારવાર લેવી પડે છે. બીજી જગ્યાએ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા અને સ્થિતિ પણ હવે કદાચ વહીવટકર્તા ડોક્ટર પાસે નથી રહી એવું લાગી રહ્યું છે.રાજકોટ શહેર અને જિલ્લાની પરિસ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. કોરોનાની બીજી લહેરમા સતત પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હદ તો એ વાતની છે કે અત્યાર સુધી ખાનગી હોસ્પિટલમાં બેડ નથી તેવા જવાબ મળતા પરંતુ હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોન કરવાથી પણ બેડ ફૂલ છે એવો જવાન મળી રહ્યો છે. આગામી દિવસોમાં રાજકોટમાં મેડિકલ કટોકટી સર્જાય તો નવાઇ નહીં. એક દર્દીના સગાએ સિવિલના કંટ્રોલરૂમમાં ફોન કર્યો તો જવાબ મળ્યો કે હાલ 100થી 150 દર્દીનું વેઇટિંગ ચાલી રહ્યું છે, તમારે આવવું હોય તો આવી જાવ વારો ક્યારે આવે તે અમે કહી ન શકીએ.આમ બેવડું તંત્ર જોવા મળી રહ્યું છે.
– લાડુમોર દિપાલી