Sunday, February 2, 2025

મૌની અમાસ પર મોરબીના યુવા પત્રકાર મયંક દેવમુરારીએ પ્રયાગરાજ પૂર્ણ મહાકુંભમાં ડુબકી લગાવી ધન્યતાનો અનુભવ કર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટીંબડી ગામના મયંક દેવમુરારીએ નિર્વિધ્ને મહાકુંભની મહાયાત્રા કરી મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે ત્રિવેણી સંગમ માં ડુબકી લગાવી

મોરબી જિલ્લામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા ટીંબડી ગામના મયંકભાઈ દેવમુરારીએ પરીવાર સાથે સુખમય નિર્વિધ્ને પૂર્ણ મહાકુંભની સફર કરી ૧૪૪ વર્ષે આવેલા પૂર્ણ મહાકુંભ મેળામાં લાખોની મેદની વચ્ચે ત્રિવેણી સંગમમાં હજારો નાગા સાધુઓના દર્શન કરી મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે વિશેષ અમૃત કુંભ સ્નાન કરીને ડુબકી લગાવીને ધન્યતાનો અનુભવ કર્યો હતો ૧૪૪ વર્ષે આવેલા મહાયોગમાં મહાકુંભ પ્રયાગરાજ ખાતે મેળો યોજાયો છે.

જેમાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અમૃત સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી ગંગા નદીમાં સ્નાન કરવા આતુર બન્યા છે ત્યારે મોરબીના ટીંબડી ગામેથી પત્રકાર મયંક દેવમુરારી પોતે પરીવાર સાથે કાર લઈને મહાકુંભ મેળામાં અમૃત સ્નાન કરવાનો લાહવો લેવા પ્રયાગરાજની પવિત્ર ધરતી ઉપર સુખમય પહોંચી જ્યાં લાખોની માનવ મહેરામણ વચ્ચે પત્રકાર મયંક દેવમુરારીએ ડુબકી લગાવી હતી. ત્યાંના તંત્ર દ્વારા સ્વચ્છતા સજ્જતા અને ડ્રોન કેમેરા સીસીટીવી કેમેરાથી સતત બાજ નજર રાખતી સુરક્ષા વ્યવસ્થાથી પ્રભાવિત થઈને ખુશી વ્યક્ત કરી તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થાને બિરદાવીને પ્રયાગરાજની પ્રશંસા કરી હતી આ મહાકુંભ મેળાની મહત્વની વાત એ છેકે હવે પછી યોજાનાર પૂર્ણ મહાકુંભ મેળો ૧૪૪ વર્ષ પછી યોજાશે જે હાલના લોકો માટે અશક્ય વાત છે જેથી‌ આ મહાકુંભનુ મહત્વ વધી જાય છે જેનો લાહવો લેવાનું શ્રદ્ધાળુઓ ચુકતા નથી જેને લીધે માનવ મહેરામણ લાખો કરોડોમાં ઉમટી પડ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર