મોરબીનાં ગેસ્ટ હાઉસ રોડ પર યુવક પર ત્રણ શખ્સો હથિયાર સાથે ટુટી પડ્યા
મોરબી ગેસ્ટ હાઉસ રોડ સી.પી.આઇ ચોક ડીલક્ષ પાન પાસે રોડ ઉપર આગાઉ થયેલ ઝઘડાનો ખાર યુવક પર ત્રણ શખ્સોએ છરી વડે ઇજા કરી તેમજ મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે .
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા હાઉસીંગ બોર્ડ બ્લોક નં -૪૯ હનુમાનજીના મંદિરવાળી શેરીમાં રહેતા રફીકભાઈ ઉમરભાઈ સુમરા (ઉ.વ.૨૯) એ આરોપી એજાજ નુરમામદ જામ તથા રફીકભાઈ નુરમામદ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી મોરબી ગેસ્ટ હાઉસ રોડ સી.પી.આઇ ચોક ડીલક્ષ પાન પાસે રોડ ઉપર આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી છરી વડે ઈજા કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.