ભારતમાં INDIAN AIR FORCE, INDIAN NAVY, INDIAN ARMY એ ભારતીય સેનાના મુખ્ય અંગ છે. જે ભારતની ચારે બાજુ થી સુરક્ષા આપે છે. ભારતીય સેનામાં ગુજરાતીઓનું પ્રમાણ ઓછું છે અને એમાં પણ વાયુ સેનામાં ગુજરાતીઓ ઘણા ઓછા છે. ગુજરાત એક સરહદી રાજ્ય હોય સીમા સુરક્ષા અતિ અગત્યની બાબત છે. આથી ગુજરાત ના યુવાનો INDIAN AIR FORCE થી માહિતગાર થાય, જોડાય અને પોતાની કારકિર્દી બનાવે તે હેતુથી એક સુંદર કાર્યક્રમ નું આયોજન મોરબીની નવયુગ કોલેજમાં કરવામાં આવ્યું હતું.
ભારતીય INDIAN AIR FORCE દિલ્લી તથા જામનગર બેઝ કેમ્પના સહયોગથી યોજાયો. આ કાર્યક્રમમાં વિંગ કમાન્ડર દિપક ગર્ગ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી તથા વિદ્યાર્થીઓને ઇંડિયન એર ફોર્સમાં કેવી રીતે જોડાવું? કેટલો અભ્યાસ જરૂરી છે ? ફિઝિકલ ફિટનેશ, જોડાવા માટેની વિવિધ પરીક્ષાઓ, મળતી સવલતો જેવી બાબતોથી માહિતગાર કર્યા. સાથે વિંગ કમાન્ડર એન.સી. રામ, વિંગ કમાન્ડર દિપક ગર્ગ, ફ્લાઇટ લેફટનન્ટ ગજેન્દ્રસિંહ, ફ્લાઇટ લેફટનન્ટ અર્પણા કન્વર જોડાયા હતા.
સાથે IPEV ( ઇન્ડકશન પબ્લિસિટી એગ્ઝિબિશન વ્હેકલ) / મોબાઇલ એગ્ઝિબિશન બસ દ્વારા લેટેસ્ટ એરક્રાફ્ટ મોડેલ, ફાઇટ સિમ્યુલેટર, G-suits, કેરિયર માર્ગદર્શન, તેમજ INDIAN AIR FORCE ના ફાઇટર કોકપીઠનો અનુભવ વિદ્યાર્થીઓને કરાવેલ હતો.
આ કાર્યક્રમ નવયુગ કોલેજમાં કરવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ ભારતીય વાયુ સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો.
તપાસ કોઈ પણ અધિકારીઓ કરે પણ આરોપીઓ ને પકડવામાં સરેઆમ નિષ્ફળ
કલેક્ટર જાહેર માં કહે છે કે સુશીલ પરમાર વિરુદ્ધ સરકાર માં આકરા પગલાં ભરવા ભલામણ કરી તો શું સરકાર ને પણ ભ્રષ્ટાચાર નિવારણ માં રસ નથી?
ગુજરાતમાં અનેક કૌભાંડો થયા છે પણ તેમાં મોટાભાગે પીડિતોને ન્યાય મળતો નથી.આવી જ એક...
મોરબી શહેરમાં દેશી તેમજ વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી હતી ત્યારે મોરબીના વજેપર શેરી નં -૧૧ મા આરોપીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૭ બોટલો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી શોધખોળ હાથ...