Friday, January 31, 2025

પેપર મીલના માફીયાઓએ ધૂતારી નદીને કેમિકલયુક્ત કરી ઝેરનો વ્યાપાર કર્યો !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મચ્છુ-૩નું પાણી મનુષ્ય પશુ અને પંખીના સ્વાસ્થય માટે જોખમી

ચક્રવાત ન્યૂઝ દ્વારા હમણાં થોડા દિવસ પહેલા વિડિયો સાથે અહેવાલ રજૂ કર્યો હતો જેમાં ગોર ખીજડીયા ગામ પાસે આવેલી ધુતરી નદી જેનું પાણી મચ્છુ ડેમમાં જતું હોઈ છે ત્યાં બફર પડતો હોય એવા દ્રશ્યોનો અહેવાલ પ્રસારિત કર્યો હતો.

ધુતારી નદીના બરફ અને ફીણ વળવાનું મુખ્ય કારણ હતું તેની બાજુમાં આવેલ પેપર મિલ જેના દ્વારા દીવાલમાં કાણું પાડી અને જમીનમાં ગેરકાયદેસર લાઈન નાખી ઝેરી કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવતું, જેના લીધે નદીની તમામ માછલી મરી ગઈ હતી જે જોવા ગામલોકોના ટોળા વળ્યા હતા

લોકોએ ફરિયાદ કરી ત્યારે પાણી બહાર કાઢવા માટે તીર્થક પેપર મિલની દીવાલમા કાંણું હતું જેમાંથી પેપર મિલનો વેસ્ટ ધૂતારીમાં નાખવામાં આવતો હતો જે મીડિયાની હાજરીમા જ બુરવામાં આવ્યું તેના પણ દૃશ્યો મોરબીના તમામ લોકોએ જોયા અને હાલ પણ અમારી ન્યૂઝ વેબ પોર્ટલમા છે.

ચક્રવાતની પહેલ બાદ ઘણા મીડિયા દ્વારા આ અહેવાલ પ્રસારિત થતા જીપીસીબી ની ટીમ દ્વારા તમામ પેપર મિલ માં વિઝીટ અને ધૂતારી નદીના સેમ્પલ લેવામાં આવ્યા, પરંતુ ભ્રષ્ટાચારના તરબોળ જીપીસીબીની લેબ દ્વારા સેમ્પલના નમુનાનું પ્રુથીકરણમા ઘાલ મેલ કરી

હાલ મોરબી જીપીસીબી દ્વારા સેમ્પલ સાથે બનેલ બનાવના પૂરવા સાથે રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો જેમાં ખાલી NOTICE OF DIRECTION આપવા આવ્યું હોઈ અને આખા પ્રકરણ બાબતે ભીનું સંકેલી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હોઈ એવું લાગી રહ્યું છે.

આ પલક પેપર મિલ અને તીર્થક પેપર મિલની જે તે વખતે મંજૂરી પણ ગેરકાયદેસર રીતે લીધી હોવાના સમચાર વહેતા થયા હતા જેમાં પલક પેપર મિલ ના જૂના ભાગીદારો દ્વારા સરપંચ ને મંજૂરી નું પ્રમાણપત્ર આપવા ધમકી આપવામાં આવી હતી આમ પોતાના અંગત સ્વાર્થ માટે લોકો અને પર્યાવરણ સાથે ઝેર ની રમત રમતા ઉદ્યોગપતિઓ ને કોઈ નો ડર રહ્યો નથી

ગણેશ ઉત્સવ દરમ્યાન ખાલી ૨૦ ફૂટની ગણેશ મૂર્તિ મચ્છુ ડેમ ૦૩ મા પધરાવવા બાબતે જિલ્લામા દંગલ મચ્યું હતું અને કલેક્ટર અને પોલીસ પ્રશાસન પ્રેસ ઉપર પ્રેસ કરતા હતા એ લોકો ને સીધાં ઝેર ભેળવવાના કૃત્ય સામે કોઈ વાંધો નથી

આ બાબતે હાઇકોર્ટના જાગૃત વકીલ મોરબીની મુલાકાત લઈ ગામ લોકોને મળી કલેક્ટર અને જીપીસીબીને નોટીસ આપશે અને ગેરકાયદેસર મંજૂરી કેવી રીતે મેળવી લીધી એ બાબતે સવાલો પૂછશે અને નામદાર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સામે PIL દાખલ કરશે તેવી જાણકારી મળી રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર