મહારાષ્ટ્રમાં કોરોનાના ઝડપથી ફેલાયેલા સંક્રમણને રોકવા માટે, રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે અમે કોવિડ -19 થી રક્ષણ મેળવવા માટે દરરોજ 6 થી 7 લાખ લોકોને રસી અપાવવા માગીએ છીએ. આ માટે રાજ્યને દર અઠવાડિયે 40 થી 45 લાખ કોરોનાવાયરસની રસીની જરૂર પડશે. આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘મહારાષ્ટ્રમાં દરરોજ 6 થી 7 લાખ લોકોને રસી અપાવવા માગીએ છીએ , જેના માટે સાપ્તાહિક ધોરણે 40-45 લાખ રસીની શીશી લેવાની જરૂર છે. ટોપેએ જણાવ્યું હતું કે, “જો આપણે રોજેરોજ ઘણા લોકોને રસી અપાવીએ તો રાજ્યમાં કોવિડ -19 રોગને ફેલાવવાનું બંધ કરવું એ એક મોટું પગલું હશે.” COVID-19 ને કારણે થતા મૃત્યુ વિશે વાત કરતાં મહારાષ્ટ્ર દેશનું સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે.તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “મને લાગે છે કે જો વિપક્ષના સભ્યો સહિત રાજ્યના પ્રતિનિધિ મંડળ આ મુદ્દાને કેન્દ્રની સમક્ષ રજૂ કરે, તો આપણે લોકોના જીવ બચાવવા માટે વધુ રસી મેળવી શકીએ અને આપણે તેમ કરવું પડશે. રેમેડિસવીરની અછત અંગે ટિપ્પણી કરતાં, ટોપેએ કહ્યું કે, “જ્યારે કોરોના ચેપના કેસોમાં ઘટાડો થઈ રહ્યો હતો, ત્યારે સાત ઉત્પાદકોએ તેનું ઉત્પાદન ઘટાડ્યું હતું, જેના કારણે આ દવાની અછત ઉભી થઈ હતી.જો કે હવે, તેઓએ ઉત્પાદનમાં વધારો કર્યો છે, પરંતુ સ્ટોકના વિતરણમાં થોડો સમય લાગે તેમ છે. એપ્રિલના અંત સુધીમાં, રાજ્યમાં એક લાખ રેમડેશિવિરની શીશીઓ પૂરી પાડવામાં આવશે.”