મોરબી : સમગ્ર રાજ્યમાં આજે કળયુગની જાગતી જ્યોતમાં મેલડીના જન્મોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.જેમા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીમાં પણ વિવિધ મેલડી માતાજીના મંદિર ખાતે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં બિરાજમાન આવાસની જાગતી જ્યોત સમા આવાસની મેલડી માતાજીના મંદિર ખાતેમાં મેલડીના જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી, કેક કટિંગ, શણગાર તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવાસની મેલડી માતાજીના સાનિધ્યમાં માતાજીના ભુવા પ્રદીપભાઈ ચાવડાની રાહદારી હેઠળ મેલડી મંડળ દ્વારા માતાજી ના જન્મોત્સવ નિમિત્તે સાંજે ૭ કલાકે માતાજીની મહાઆરતી, બાદ કુમારીકાઓના હસ્તે કેક કટિંગ, માતાજીનો શણગાર, અને રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એતિહાસિક પ્રસંગે બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક પ્રસંગોનો લાભ લીધો હતો.
આવાસની મેલડી મંડળ દ્વારા દર રવિવારે બટુક ભોજન સાથે મહાપ્રસાદ પણ યોજવામાં આવી રહ્યો છે.જેનો બહોળી સંખ્યામાં લોકો મહાપ્રસાદ લઈ રહ્યા છે.
કર્તવ્ય નિષ્ઠા માટે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતનાએ નિવૃત જીવનની શુભકામનાઓ પાઠવી
સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં ૩૪ વર્ષ અને છેલ્લા ૧૧ વર્ષથી મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે વર્ષોથી ઓપરેટર તરીકે કાર્યરત ભરતભાઈ ફુલતરીયા વય નિવૃત્ત થતા સંયુક્ત માહિતી નિયામક મિતેષકુમાર મોડાસીયા, સહાયક માહિતી નિયામક સોનલબેન જોષીપુરા...
મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે આગામી તારીખ 09-05-2025 થી 18-05-2025 સુધી બાળકો માટે ચિલ્ડ્રન એસ.એસ.વાય. ની શિબીર યોજાશે જેમાં 08 થી 14 વર્ષની વય મર્યાદા ધરાવતા બાળકોને રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં નાના બાળકો માટે ખેલકુદ, રમવાને બદલે ભણવાનું મહત્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે. માતા-પિતા પોતાના...
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે સ્વેચ્છીક/રદ થઇને ખાલી પડેલ ૨૪ આવાસ માટે વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરીને મહાનગરપાલિકાના નોટીસ બોર્ડ પર ડોક્યુમેન્ટ લીસ્ટ અને વેઇટીંગ લીસ્ટ લાભાર્થીની નામાવલી પ્રસિદ્ધ કરેલ છે.
મોરબી શહેરના મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-1 પ્રકારના નિર્માણ થયેલ કુલ-૬૮૦ આવાસ...