મોરબીના બેલા ગામે કારખાનાના સેડમાંથી પટી રોલ ચોરી જનાર બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબીના બેલા ગામની સીમમાં આવેલ એડમીન વીટરીફાઈડ નામના કારખાનાના સેડમાથી પલેટ પેકીંગનો પટી રોલ નંગ -૦૧ કિં રૂ. ૪૦૦૦ ની ચોરી કરનાર બે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા સાવનકુમાર નવનીતભાઈ ચાડમીયા (ઉ.વ.૨૬) એ આરોપી પ્રવિણભાઇ ડાયાભાઇ ભોયા રહે. મોરબી તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી જુદા જુદા કારખાનામાં પલેટ પેકીંગનું કામ મજુરો રાખી કરતા હોય અને તેમનું કામ બેલા ગામની સીમમાં આવેલ એડમીન વીટરીફાઈડ નામના કારખાનામાં ચાલતુ હોય ત્યાંથી કારખાનાના સેડમાંથી આરોપી પ્રવિણભાઈ ડાયાભાઈ ભોયા તથા એક અજાણ્યો ઈસમ મોટર સાઈકલ લઈ આવી કારખાનાના સેડમાંથી પલેટ પેકીંગનો પટી રોલ નં.૧ કી.રૂ. ૪૦૦૦/-ચોરી કરી લઈ જતા સીસીટીવી ફુટેજમાં દેખાતા બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.