ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા નહી લગાવનાર સામે કાર્યવાહી
ટંકારા તાલુકાના લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભરડીયા રોડ પર આવેલ શ્રી સંકલ્પ ગોડાઉનની બાજુમાં નામ વગરના ગોડાઉનમાં સીસીટીવી કેમેરા નહી લગાવી જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા મુજબ કારખાનામાં, ગોડાઉનમાં તેમજ ઔદ્યોગિક જગ્યાએ સીસીટીવી કેમેરા ફિટ કરવા તેમજ કર્મચારી મજૂરોનું સંબંધિત કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોવાનું જાણવા છતા મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર ચામુંડા પાન તપોવન વિદ્યાલયની પાછળ રહેતા આરોપી રમેશભાઈ દેવરાજભાઈ પરમારે પોતાના ટંકારાના લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભરડીયા રોડ પર આવેલ શ્રી સંકલ્પ ગોડાઉનની બાજુમાં નામ વગરના ગોડાઉનમાં સીસીટીવી કેમેરા નહી લગાવી આરોપીએ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.