હળવદના સુંદરી ભવાની ગામે પિતા-પુત્ર પર એક શખ્સનો છરી વડે હુમલો
હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે વૃદ્ધના દિકરાની કરીયાણાની દુકાનેથી એક શખ્સે સીગરેટ લઇ પૈસા આપલ ન હોય સિગરેટના પૈસા વૃદ્ધના દિકરાએ માંગેલ જે બાબતનો ખાર રાખી શખ્સે પિતા – પુત્રને છરી વડે ઈજા કરી વૃદ્ધના બીજા દિકરાને મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે રહેતા નટવરલાલ ધનજીભાઈ ઠક્કર (ઉ.વ.૭૨) એ તેમના જ ગામના આરોપી પ્રતાપભાઈ જીલુભાઈ સોલંકી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના દિકરા ટિનેશભાઇની દુકાનેથી સીગરેટ લઇ પૈસા આપેલ ન હોય સિગરેટના પૈસા ફરીયાદીના દિકરા ટિનેશભાઇએ આરોપી પાસેથી માંગેલ જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરીયાદીને છરી વડે ગંભીર ઇજા પહોંચાડી તથા સાહેદ સુરેશભાઇ નટવરલાલ ઠકકરને છરી વડે ઇજા કરેલ તથા સાહેદ ટિનેશભાઇ નટવરલાલ ઠકકરને ઢીંકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.