કૂર્મી સેના દ્વારા આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવ અભિયાનનો શુભારંભ
કૂર્મી સેના નાં રાજકોટ ખાતેના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કરવામાં આવી જાહેરાત
કૂર્મી સેના દ્વારા પાટીદાર સમાજનાં કોઈપણ વ્યક્તિની ઇમરજન્સી મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો
રાજકોટ : કૂર્મી – પાટીદાર સમાજના એકીકૃત સામાજિક સંગઠન આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના નાં વહીવટી કાર્યાલય નું સહજાનંદ કોમ્પલેક્ષ, મવડી રોડ, રાજકોટ ખાતે સમાજનાં ગણ માન્ય સામાજિક અને રાજકીય મહાનુભાવો ની હાજરી માં ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ તકે કૂર્મી સેના નાં હોદ્દેદાર યુવાનો -બહેનો -માતાઓ – વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કૂર્મી સેના નાં કાર્યાલય ના ઉદઘાટન પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા દ્વારા પાટીદાર સમાજ ની સૌથી વિકટ એવી વૈવાહિક સમસ્યા ના નિરાકરણ માટે આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવ અભિયાન ની જાહેરાત કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા ગરીબ -મધ્યમ – ખેડૂત પરિવાર ના અપરણિત યુવાનો માટે મહારાષ્ટ્ર -મધ્ય પ્રદેશ -રાજસ્થાન -ઉત્તર પ્રદેશ -બિહાર -ઝારખંડ -છતીસગઢ જેવા રાજ્યોમાંથી કૂર્મી સમાજની યુવતીઓ પસંદ કરી સંપૂર્ણ વિના મૂલ્યે તેમના વેવિશાળ કરાવી આપવા માટે વિશેષ અભિયાન નો શુભારંભ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવ અભિયાન ને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર ના તમામ ગામડાઓ અને શહેરો માં કૂર્મી સેના નાં માધ્યમથી વિવિધ સમિતિઓ રચવા માટે રાષ્ટ્રીય મહામંત્રી ચિરાગ કાકડીયાની રાહબરી હેઠળ સંગઠન સમિતિ ની રચના કરી આ તકે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. વેવિશાળ હેતુ અન્ય રાજ્યોમાં પ્રવાસ માટે કૂર્મી સેના નાં મુખ્ય સલાહકાર અશોકભાઈ દલસાણીયા, ઉમેશભાઈ હાંસલિયા તથા મહિલા વિંગ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ઉષાબહેન હાંસલિયા, કિશોરભાઈ અદીપરા,રમેશભાઈ દેસાઈ, મણિલાલ કપૂરીયા, ભોવનભાઈ વેકરીયા, કંચનબેન મારડિયા સહિતનાં વડીલો ની રાહબરી હેઠળ 21 સભ્યોની ટીમ ની રચના કરવામાં આવેલ છે તેઓ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી ને કૂર્મી પટેલ સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી દિકરીઓ ની પસંદગી નું કામ કરશે. સમગ્ર દેશમાં વસવાટ કરતા કૂર્મી – પાટીદાર – કણબી – કણબી મરાઠા – કાપૂ – કમ્મા- ખડાયત ના નામે પ્રચલિત કૂર્મી જાતિ માં પરસ્પર રોટી – બેટી નો વહેવાર સ્થાપિત કરવા માટે આવનારા સમયમાં કામગીરી કરવામાં આવશે તેવી પણ આ તકે જાહેરાત કરવામા આવી હતી.
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત નાં પાટીદાર સમાજના વાલીઓને પોતાના અવિવાહિત દિકરા ના લગ્ન માટે સંપૂર્ણ વિગત (બાયોડેટા) સાથે આ માટે કૂર્મી સેના કાર્યાલય, મવડી ચોકડી પાસે, સહજાનંદ કોમ્પલેક્ષ, ત્રીજો માળ, ચશ્મા ઘર ની ઉપર રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે. 35 વર્ષ થી નીચેની વય ના માત્ર અવિવાહિત યુવાન ના વાલીઓ એ જ આ માટે 25, જાન્યુઆરી થી 15, માર્ચ સુધીમાં દર શનિવાર, રવિવાર અને બુધવારે સવારે 9.30 થી 1.30 સુધીમાં કૂર્મી સેના કાર્યાલય ની મુલાકાત લેવા જણાવાયું છે.
કૂર્મી સેના કાર્યાલય નાં ઉદઘાટન પ્રસંગે પાટીદાર સમાજ ના લોકોની ઇમરજન્સી મદદ માટે એક હેલ્પલાઇન નંબર – 7874120034 જાહેર કરવામાં આવ્યો છે. સમાજના લોકો ને સલામતી સબંધી કોઈ પ્રશ્ન હોય કે વ્યાજખોરો – અસામાજિક તત્વો કોઈ કારણોસર ધાક ધમકી આપી પરેશાન કરતા હોય તો આ નંબર પર મદદ મેળવી શકાશે. કૂર્મી સેના કાયદા ના દાયરા માં રહીને શક્ય તમામ મદદ કરશે તેવી આ તકે જાહેરાત કરવામાં આવી હતી અને તેના માટે રાજકોટ માં વિજયભાઈ શિયાણી, નરેન્દ્ર પટેલ, નિલેશ વાછાણી, હરેશભાઈ બુસા, કેતન તાળા, ધવલ વડાલિયા, ભાસ્કર પટેલ,દર્શિત કંટારીયા, જિગર પટેલ, સંજય ખીરસરિયા, કાર્તિક મેઘપરા, અર્જુન બરોચિયા, રવિ વીરપરિયા, પ્રિન્સ પાધરા, મયુર સાવલીયા, દર્શિત બુસા, નિકુલ ભુવા, યસ રામાણી, ઉત્સવ કોરાટ, ઘનશ્યામ પાધરા, પ્રીત અકબરી સહિતનાં યુવાનો ની 51 સદસ્યોની ટીમની રચના કરવામાં આવી છે.