મોરબી-વાકાંનેર હાઈવે પર રિક્ષા ચાલકનો ત્રાસ:એક યુવકને માર માર્યો
મોરબી વાંકાનેર હાઈવે પર યુવક પોતાની સિએનજી રીક્ષા લઈને જતો હતો ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે ઓવરટેક કરી રીક્ષા ઉભી રખાવી યુવકને ધોકા વડે મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વિપુલનગર સોસાયટીમાં રહેતા કૃણાલભાઈ મુકેશભાઈ પરમાર (ઉ.વ.૧૯) એ આરોપી રીક્ષા નંબર -જીજે-૩૬-યુ-૯૨૪૪ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની સી.એન.જી રીક્ષા GJ-36-U-7417 ચલાવી મોરબીથી વાકાનેર તરફ જતો હતો ત્યારે મોરબી-વાકાનેર હાઇ-વે રોડ પર ઓમકાર પેટ્રોલપંપ સામે રોડ પર પહોચતા ત્યા આરોપી સી.એન.જી રીક્ષા રજીસ્ટર નં- GJ-36-U-9244 ના ચાલકે પોતાની રીક્ષા અચાનક ઓવરટેક કરી નીકળતા તેને તુરતજ ઉભી રાખી અને ફરીયાદી પાસે આરોપી રીક્ષા ચાલક આવી ફરીયાદીને ફડાકો મારી ધોકા વડે મુંઢમાર મારી, મોબાઇલ તોડી નાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.