Friday, January 24, 2025

મોરબી LCB અને ટંકારા પોલીસને ઊંઘતી રાખી ફરી એકવાર SMC ત્રાટકી:180 પેટી દારૂ પકડી પડ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ફરી SMC મોરબી એલસીબી તથા ટંકારા પોલીસને ઉંઘમાં રાખી ત્રાટકી હતી જ્યાં ગોડાઉનમાં દરોડા પાડી SMC એ 180 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ ટંકારા પંથકમાં ફરી SMC ત્રાટકી છે પહેલા ટંકારા તાલુકામાંથી ભેળસેળયુક્ત ઓઈલનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું, ત્યારબાદ ખીજડીયા ચોકડી નજીકથી પિસ્તોલ અને જીવાતા કાર્ટીસ સાથે એક ઝડપી પાડયો હતો, દારૂ અને કંમ્ફર્ટ હોટલની તપાસ પણ SMCને સોંપવામાં આવી હતી ત્યારે આજે ફરી એક વખત SMCની ટીમ ટંકારા પોલીસ અને મોરબી એલસીબી પોલીસને ઉંઘતી રાખી ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલ ગોડાઉનમા દરોડો પાડી અંદાજે 180 જેટલી વિદેશી દારૂની પેટી ઝડપી પાડી છે. ટંકારા પોલીસ સ્ટેશન પીઆઈ કક્ષાનું બન્યાના થોડા મહિનામાં સ્ટેટ મોનિટરીંગ સેલે અનેક રેડ પાડી સૌને ચોકાવી દિધા છે ત્યારે હાલમાં 5-6 દિવસ પહેલા નવા પીઆઇ તરીકે કે. એમ. છાસિયા ને ચાર્જ સોંપવામાં આવ્યો છે પરંતુ ફરી આજે રેડ કરી રેડનો સીલસીલો સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે જેના કારણે સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જે કામ સ્થાનિક પોલીસને કરવું જોઈએ તે સ્ટેટ મોનિટરીંગ સેલે કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર