Friday, January 24, 2025

ખાતરમાં થયેલ ભાવ વધારો પરત ખેંચવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખની CMની રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ખેડુતોને ડામવાના બદલે ખેડુતોને પગભર કરવા માટે સરકારના મનઘડત નિર્ણયો ઉપર અંકુશ લાવી ખાતરમાં થયેલ ભાવ વધારો પરત ખેંચવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે તાજેતરમાં સરકાર તરફથી ખાતરના ભાવમાં એક બેગ ઉપર રૂા.૨૫૦/- નો વધારો કરી ખેડુતોને ડામવાના પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. જેના કારણે ખેડુતોના મનોબળને ઢેસ પહોંચેલ છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ભારતના મોટા ભાગના લોકો ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. તેવામાં જો મનઘડત રીતે ભાવવધારા કરી ખેડુતોને ડામવામાં આવે તો આગામી દિવસોમાં આર્થિક ક્ષેત્રમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે.

દેશમાં મોટા ઉદ્યોગપતિઓને સરકાર તરફથી માતબાર લોન આપી દેશ બહાર મોકલી મોજશોખ કરાવવાના બદલે જો દેશના ખેડુતોને કૃષિ સંશાધનો પુરા પાડી અને યોગ્ય ભાવ તથા સહાય આપી પગભર કરવામાં આવે તો આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવી શકાય તેમ છે. પરંતુ આવા ખાતર સહિતની અનેક ખેતીને લગતી ચીજવસ્તુઓમાં ભાવવધારા તથા પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે દિવસેને દિવસે ગામડાના લોકો શહેર તરફ આકર્ષવા લાગેલ છે. જો આવું અવિરત ચાલુ રહેશે તો આપણી ફળદ્રુપ જમીનો બીનખેડવાણ બની જશે.

વધુમાં મોરબી જીલ્લામાં ચાલુ વર્ષમાં અતિવૃષ્ટિના કારણે ખેડુતોની જમીનોનું ધોવાણ થઈ જતા ૧૦૦% પાક નિષ્ફળ ગયેલ છે. તેવામાં ખાતરમાં ભાવવધારો કરી ખેડુતોની મુશ્કેલીમાં વધારો કરેલ છે. જેથી ખેડુતોને ડામવાના બદલે ખેડુતોને પગભર કરવા માટે સરકારના મનઘડત નિર્ણયો ઉપર અંકુશ લાવી ખાતરમાં થયેલ ભાવ વધારો પરત ખેંચવા કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર