મોરબીના ગાળા ગામ નજીક કારખાનામાં કન્વેયર બેલ્ટમા આવી જતા યુવકનું મોત
મોરબી તાલુકાના ગાળા ગામે સોલોરેક્ષ ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમા આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ બિનુભાઇ મુનસીંગ (ઉ.વ.૩૫) રહે. સોલોરેક્ષ ટાઇલ્સ, ગાળા તા.જી.મોરબી વાળો સોલોરેક્ષ ટાઇલ્સમા કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમા આવી જતા ઇજા પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.