ટંકારાના હરીપર ગામના યુવકને હનીટ્રેપમા ફસાવી રૂપિયા પડાવનાર ગેંગને ટીપ આપનાર શખ્સ ઝડપાયો
ટંકારા તાલુકાના હરીપર ગામના ઇસમને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના કેશમાં ફસાવી દેવાની ધમકી આપી અપહરણ કરી મારમારી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ગેંગના મુખ્ય ટીપ આપનાર આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
ટંકારા તાલુકાના હરીપર ગામના યુવકને હનીટ્રેપમા ફાસાવી અપહરણ કરી રૂ. ૫,૦૦,૦૦૦ પડાવાના ગુન્હમા અગાઉ ચાર ઈસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ ગુનામાં ફરીયાદીના મોબાઇલ નંબર સ્ત્રી આરોપીને આપી હનીટ્રેપમાં ફસાવી રૂપીયા પડાવનાર મુખ્ય ટીપ આપનાર તરીકે રણછોડભાઇ ભીખાભાઇ રબારી રહે. સજનપર તા.ટંકારા જી.મોરબી વાળાનુ નામ ખુલતા જે ટીપઆપનાર આરોપીને પકડી પાડી પુછપરછ કરી અન્ય આરોપીઓને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.