Wednesday, January 22, 2025

પોલીસ લાઇન કુમાર તાલુકા શાળા મોરબી દ્વારા વાવડી ખાતે ક્રિકેટ પ્રીમિયર લીગ યોજાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા મોરબી દ્વારા બેગલેસ ડે અંતર્ગત પોલીસ લાઈન પ્રીમિયર ક્રિકેટ લીગનું આયોજન વાવડી ખાતે આવેલ બોક્સ ક્રિકેટમા કરેલ.

જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓની કુલ ચાર ટીમે ભાગ લીધો હતો. આ ચાર ટીમમાં ટાઈગર ઇલેવન જેમના કોચ દેવાયતભાઈ, લાયન ઇલેવન જેમના કોચ રાકેશભાઈ, પેન્થર ઇલેવન જેમના કોચ વિરેનભાઈ અને ડોલ્ફિન ઇલેવન જેમના કોચ પ્રજ્ઞેશભાઈ હતા.

આ બોક્સ ક્રિકેટમાં પ્રથમ રાઉન્ડમાં કુલ 6 મેચ રમાડવામાં આવ્યા હતા. જેમાંથી બે ટીમ ટાઈગર ઇલેવન અને લાયન ઇલેવન ફાઈનલમાં પહોંચી હતી.ફાઇનલ મેચ ટાઈગર ઇલેવન 10 રનથી જીતી હતી.

ત્યારબાદ મેન ઓફ ધ મેચ અરમાનને વિરેનભાઈ દ્વારા, મેન ઓફ ધ સિરીઝ રેહાનને દેવાયતભાઈ દ્વારા, રનર્સ અપ ટીમને પ્રજ્ઞેશભાઈ દ્વારા અને વિજેતા ટીમને પોલીસ લાઈન કુમાર શાળાના આચાર્ય રાકેશભાઈ દ્વારા ટ્રોફી આપી રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર