મોરબીમા ગુનાખોરી ઘટી કે પછી પોલીસ પ્રોફેશનલ થઈ ગઈ
મોરબીમાં દારૂ વેંચવા નવો કીમિયો સામે આવી રહ્યો છે જેમાં સ્વિગી/ઝોમેટો જેમ દારૂની પણ હોમ ડિલિવરી થતી હોઈ તેવી વાતો થઈ રહી છે
સ્ટેટ મોનીટરીંગ સેલના મોરબીમાં અટફેરા વધી જતાં જાણે મોરબી પોલીસને કોઈની નજર લાગી હોય તેમ એક પછી એક રેડ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં મોરબી જિલ્લાના પીઆઇ અને પીએસઆઈ સસ્પેન્ડ થઈ રહ્યા છે જેથી હમણાં મોરબીમા ગુનાના પ્રમાણમાં એકાએક ઘટાડો થઈ ગયો છે. જેનું મુખ્ય કારણ બૂટલેગરો અને પોલીસ વચ્ચેનું પ્રશિક્ષણ છે તેવી વાતો કાને પડી રહી છે.
મોરબી પોલીસ દ્વારા પણ ટંકારા કંમ્ફર્ટ રિસોર્ટમાં હાથ દાજી ગયા અને પીઆઇ ગોહિલ ઉપર ગુનો નોંધાયા બાદ ઘણા દિવસો પછી જુગારની રેડ કરી છે જાણે પોલીસ જુગાર રેડ કરવાનું જ ભૂલી ગઈ હોઈ.
હાલ મોરબીમાં પણ જાણે પોલીસ દ્વારા નવા કીમિયાની બૂટલેગરોને જાણે ટ્યુશન ક્લાસની જેમ એક ખાસ પ્રકારની ટ્રેનીંગ આપી હોઈ તેમ દારૂની હેરાફેરી માટે ઝોમેટો અને સ્વીગી જેવી કંપનીની જેમ હોમ ડિલિવરી જેવી ટેકનિક જેવું જ્ઞાન આપવામાં આવ્યું હોઈ તેવો ઘાટ સર્જાયો છે.
જેથી બૂટલેગરો વોટ્સઅપના માધ્યમથી ખાસ કોડ વોર્ડ સાથે દારૂના રસ્યાઓને દારૂ ઘર, ઓફિસ કે કારખાના સુધી પહોંચાડી દેશે જેમાં ડિલિવરી ચાર્જ એક્સ્ટ્રા કરી નાખવામાં આવ્યો છે આ ટેકનિક આવતા મોરબીમાં ઇંગ્લિશ દારૂનું પ્રમાણ ખૂબ મોટા પાયે વધી ગયું છે.
બૂટલેગરો પણ દારૂની હેરફેર માટે એક્ટિવા અને બાઈક સાથે ખાસ પ્રકારની બેગ રાખે છે જેમાં દારૂની બોટલો રાખવા માટેની જ બેગ હોઈ છે જે રીતે ગામડાઓના ડોક્ટરો વિઝિટ દરમ્યાન સૂટકેસ રાખે, છે ત્યારે રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને મંદીને પોહંચી વળવા નવયુવકો બુટલેગરના ડિલિવરી બોય બનવા તરફ મજબૂર થઈ રહ્યા છે જેમાં મહિને બે લાખથી વધુની કમાણી છે
ત્યારે આગામી દિવસોમાં વિવિધ જિલ્લાઓના પોલીસ વડાઓની બદલીની વાતો થઈ રહી છે ત્યારે મોરબી જિલ્લા વડા અડધી પીછે બેટિંગ કરતા હોઈ તેવું લાગી રહ્યું છે.