મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી ગ્રામપંચાયતની કમીશ્નરે મુલાકાત લઈ સમીક્ષા કરી
મોરબી મહાનગરપાલિકા પાલિકા બન્યા બાદ દિશા નિર્દેશ પણ નક્કી થય ગયા છે ત્યારે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નીલ ખરે દ્વારા આજે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં આવેલાં સનાળા, રવાપરા અને લીલાપર ગ્રામ પંચાયતોની રૂબરૂ મુલાકાત લીધી હતી.
જેમાં વેરા વસૂલાત, જન્મ-મરણ નોંધણી અને સફાઈ જેવી નાગરિક સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ જણાવ્યું હતું કે આ ગ્રામ પંચાયતોના સુગમ પરિવર્તન માટે કોર્પોરેશન તમામ જરૂરી માર્ગદર્શન પૂરુ પાડશે તેવી ખાતરી આપી હતી.