મોરબીના ઉદ્યોગકારોની માળખાકીય સુવિધા માટે રોડ બનાવવા વધુ 1200 કરોડ મંજુર
મોરબીના ચોતરફ કાર્યરત વિવિધ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ઉદ્યોગોને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંદાજે 375.00 કરોડના રોડ-રસ્તા બનાવવાના કામો કાર્યરત છે.
જેમા મોરબીના ઉદ્યોગોના હિત માટે ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુતે વધુ 1200 કરોડ મંજૂર કર્યા છે.જેથી આંતરિક રોડ રસ્તાઓ ખૂબ જ મજબૂત બનવાથી વરસાદની સીઝનમાં પણ સરળતાથી પોતપોતાના ઉદ્યોગ ગૃહ સુધી પહોંચી શકાશે અને મોટા વાહનો ટ્રક ટ્રેલર પણ આસાનીથી પરિવહન કરી શકશે.