ભૂપેન્દ્ર પટેલ દ્વારા 605 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવવામાં આવ્યા: હળવદ પાલિકાને 4.49 કરોડ ફાળવ્યા
ગુજરાતના મુખ્ય મંત્રી એક જ દિવસમાં રૂ. 605.48 કરોડ વિવિધ વિકાસ કામો માટે ફાળવ્યા
જેમાં હળવદ,લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, સોનગઢ, વલસાડ, સાણંદ,ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને વિવિધ વિકાસ કામોની ભેટ મળી
જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા હળવદ નગરપાલિકાને પણ ભૂગર્ભ ગટર, સીસી રોડ, પાણીની લાઈન અને સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. ૪.૪૯ કરોડ મંજૂર કરવામા આવેલ છે.
જેથી હવે હળવદ વાસીઓને ભૂગર્ભ ગટર ,રોડ, રસ્તા, પાણીની લાઈન વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત નહી રહેવું પડે અંને હળવદ વાસીઓને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.