ગુજરાત ભાજપમાં શહેર/જિલ્લા પ્રમુખોનું કોકડું ગુચવાયું અને ગુચવણનું પોટલું દિલ્હી પહોચ્યું
મોરબીમાં પણ બે થી વધુ જૂથ પોતાની અસ્તિત્વની લડાઈ જાળવી રાખવા મેદાને
ગુજરાત મા હમણા જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાના ઢોલ વાગી રહ્યા છે તે પહેલાં શહેર/ જિલ્લા પ્રમુખોની નિમણુક ભાજપ માટે સિરદર્દ બની છે જે અંગે ભાજપમાં જ રાજકીય કુતુહલતા છે, ૧ જાન્યુઆરી માં નામો જાહેર થવાની ચર્ચા હતી તે ગુચ ઉકેલવાની નામ નથી લેતી
ભાજપ ભલે શિસ્તના ઢોલ વગાડી રહ્યું હોઈ પણ હાલ લાફો મારીને ગાલ લાલ રાખવાની નોબત આવી છે,ક્યાં જૂથ ને પ્રમુખપદ આપવું અને રીપીટ કરવા મુદ્દે આંતરિક ડખો સર્જાયો છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.જો કે પ્રમુખપદની નિમણુક બાદ જૂથવાદ વધુ વકરે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે, પ્રમુખપદ ની યાદી હવે હાઈકમાન્ડના હાથમાં પહોચી છે
લોક સભા ચૂંટણી બાદ અને સી આર પાટીલ ના દિલ્હીગમન બાદ ગુજરાત જાણે નાથનિયતું બન્યું છે,જિલ્લા – તાલુકા પંચાયતથી માંડીને સહકારી ક્ષેત્રે ભાજપના નેતાઓ જ બળવાખોર ની ભૂમિકા ભજવી રહ્યા છે અને ભાજપના નાના મોટા નેતાઓ ધારાસભ્યો સામે બાયો ચડાવી રહ્યા છે અમરેલી લેટરકાંડ ફક્ત એક નમૂનો છે ભાજપના જ અસંતુષ્ટો ભાજપને બદનામ કરી રહ્યા છે એ મોરબીમાં પણ હમણાં જોવા મળ્યું હતું.જેમાં જિલ્લા પંચાયત ના સભ્ય અને યુવા આગેવાન જ ધારાસભ્ય સામે ખુલી ને આવી ગયા હતા
જિલ્લા/ શહેરો પ્રમુખપદ માં નિર્યણ લેવામાં ભાજપ જેવી પાર્ટી ને ફીણ આવી ગયા તો પ્રદેશ પ્રમુખ માટે આંતરિક જૂથવાદ – રોષ ને ઠારવો પડકાર રૂપ બની રહશે તેનું કારણ પાયાના લોકોને હાસ્યમાં ધકેલી આયાતી નેતાઓ ને જમાઈની જેમ માન પાન મુખ્ય કારણ છે
પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતની બે દિવસીય મુલાકાતે હતા જે રવિવારે રાત્રે આંતરિક કજીયાં નો ભારો બાંધી દિલ્હી ઉપડી ગયા છે જે બાદ કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ પણ ગમે તે ઘડીએ ગુજરાત આવી સકે તેમ છે
મોરબીમા પણ પ્રમુખપદ માટે આતુરતા થી રાહ જોવાઇ રહી છે નહિ કે સ્વાગત અને અભિનંદન માટે પરંતુ એક જૂથ બીજા જૂથને પાડી દેવા ભરી બંધુકે છે ત્યાર મોરબીમા એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મોરબીનાં ધારાસભ્યએ તેમના ભાઈ ને પ્રમુખ પદ મળે અને પાર્ટીના અન્ય યુવા અને સૌને સાથે રાખી ને ચાલનારા ઉમેદવારોને પ્રમુખ પદ નાં મળે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જોકે તેમના ભાઈ નું પાર્ટીમાં કોઈ ખાસુ યોગદાન નથી ફકત ચૂંટણી પૂરતી બખોલિયા રાજનીતિ કરે છે તેવી વાતો વચ્ચે તેનું નામ હાલ મોખરે ચાલી રહ્યું છે તેની સામે સંગઠન મા આંતરિક રોષ છે જો આવી કંઈ નવા જૂની થશે તો મોરબી માં પણ યાદવ વાળી થશે
અત્યાર સુધી મોહનભાઈ કુંડારિયા જૂથ લોબિંગ કરતું હતું પણ રાજકીય સૂત્રો દ્વારા એવી જાણકારી પણ મળી છે કે ખુદ મોહન કુંડારિયાએ પોતાના પ્રમુખ પદ માટે નખોરિયા ભરવાનું ચાલુ કરી દીધું છે, હાલ રાજકોટ સ્થિત એક કાર્યક્રમ માં મોહન કુંડારિયા ની અવગણના કરવામાં આવી હતી બાદ મનામણાં કરી મામલો થાળે પડ્યો જે પર થી લાગી રહ્યું છે કે મોહન કુંડારિયા ની રાજકીય જમીન ખસી રહ્યી છે ખુદ અસ્તિત્વ ટકાવી રાખવા હવાતીયા મારી રહ્યા છે
તો હળવદ થી આવતા નેતા જયંતીભાઈ પણ પોતાની રાજનીતિમાં અને મોરબી પર પકડ જમાવી રાખવા હાલના જિલ્લા પ્રમુખ ને ફરી રીપીટ કરવા લોબિંગ કરતા હોઈ તેવી વાતો કાને પડી રહી છે
મોરબીમા પણ પ્રમુખપદ ની કાગડોળે આતુરતાથી રાહ જોવાઇ રહી છે સ્વાગત કે અભિનંદન માટે નહિ પરંતુ એકબીજા ને ભરી પીવા મોરચા માંડી ને તૈયાર બેઠા છે, અમરેલી મા તો લેટર બોમ્બ ફૂટયો હતો પરંતુ મોરબી મા તો કદી ક્યારે કોઈએ જોયાના હોઈ એવા બોમ્બ ફૂટશે….