ટંકારા નજીકથી યુવક સહિત બે વ્યકિતનુ અપહરણ કરનાર મહિલા સહિત પાંચ શખ્સો વિરૂદ્ધ ગુન્હો દાખલ
ટંકારા તાલુકાના હરીપર ગામના યુવક આરોપી મહિલા સાથે સંપર્કમાં આવતા યુવક અને સાહેદને રાજકોટ તથા ટંકારાના આસપાસના વિસ્તારમાં લઈ જઈ યુવકનો વિશ્વાસ કેળવી તે દરમ્યાન પાછળ અન્ય શખ્સોને બોલાવી યુવક તથા સાહેદનુ અપહરણ કરી ડરાવી ધમકાવી યુવક તથા સાહેદ પાસેથી રૂ.૦૬ લાખ રૂપિયા કઢાવી લીધા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરીપર (ભુ) ગામે રહેતા અજીતભાઈ મુળજીભાઈ ભાગીયા (ઉ.વ.૩૭) એ આરોપી દિવ્યાબેન ઉર્ફે પુજા રમેશભાઈ જાદવ રહે. ટંકારા, રમેશભાઈ કાળુભાઈ જાદવ રહે. ટંકારા, સંજયભાઈ ભિખાલાલ પટેલ રહે. મોરબી, હાર્દીક કિશોરભાઈ મકવાણા રહે. નાની વાવડી ખોડીયાર સોસાયટી, રુત્વિક દિવ્યાબેન ઉર્ફે પુજાનોભાઈ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપી દિવ્યા ઉર્ફે પુજા ફોન નંબરથી સંપર્કમાં આવતા પોતાનું નામ જણાવી છત્તર તથા રાજકોટ તથા ટંકારાના આજુ-બાજુના વિસ્તારમા લઈ જઈ ફરીયાદી સાથે વિશ્વાસ કેળવી આ દરમ્યાન અન્ય આરોપીનો સમ્પર્ક કરી આરોપીઓને પાછળથી બોલાવી સહ આરોપી સ્વિફ્ટ કાર રજીસ્ટર નં.GJ-36 -AJ -9172 વાળીમા લઈ આવી અપહરણ કરી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને જુદી જુદી જ્ગ્યાએ લઈ જઈ મારમારી બળાત્કારના કેસમા ફસાવી દેવાનુ કહી ડરાવી ધમકાવી ફરીયાદી તથા સાહેદ પાસેથી રુ.૬ લાખ બળજબરીથી કઢાવી લીધેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.