Saturday, January 18, 2025

જાણવા જેવું: વાહન-મોબાઈલ ચોરીની જ નહીં તમે બધી જ પોલીસ ફરિયાદ ONLINE કરી શકશો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પોલીસ ફરિયાદ માટે કુટબોલની જેમ બહુ ફેરવ્યા હવે, પ્રજાના અવાજને કોઈ દબાવી નહીં શકે

પ્રજાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગીલી દંડાની જેમ ફરીયાદ માટે એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનના અને પોલીસ અધિકારીઓની કચેરીના ધક્કા ખવડાવાતા હતા એ સમય પુરો થઈ ગયો છે. રાજ્ય સરકારે પ્રજાના અવાજને કોઈ દબાવી ના શકે તે માટે નવા વર્ષે વાહન-મોબાઈલ ચોરીની જ નહી બધી જ ફરિયાદ ઓનલાઈન થાય તેવી સિસ્ટમ ડેવલપ કરી છે. જે સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ થયા બાદ નેતા કે ચમરબંધી પણ પોલીસ ફરિયાદ થતા રોકી નહીં શકે અને ગુનેગારોને બચાવી નહીં શકે.

સિનિયર આઈપીએસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીએ ઓનલાઈન કરેલી રજૂઆત સાચી હોવી જોઈએ. જો કોઈ ખોટી ફરિયાદ કે રજૂઆત કરશે તો તે ફસાઈ પણ શકે છે. ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ લોકલ પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસમાં તમારે જાતે જઈને અસલ ફરિયાદ પર સહી કરવાની રહેશે. ઓનલાઈન થયેલી ફરિયાદ પર રાજ્યના સીએમ, એચએમ. ડીજીપી, ગૃહવિભાગના અધિકારી અને તમામ આઈપીએસની નજર રહેશે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે તાજેતરમાં તમામ પોલીસ કમિશનરો અને રેન્જના વડાઓને પત્ર લખીને સ્પષ્ટ સૂચના આપી કે, અરજી નહીં લોકોની ફરિયાદ નોંધો. પોલીસની અરજી નોંધવાની મહિનાઓ સુધી તપાસ કરવાની સિસ્ટમને કારણે અરજદાર હેરાન થતા હોવાની અનેક ફરિયાદો રાજ્યભરમાં ઉઠી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અરજદારોએ પોલીસ અરજી લઈ ગુનો દાખલ કરતી ન હોવાની ફરિયાદ ઉઠી હતી. બીજી તરફ પ્રજાને થતી હેરાનગતિનો ગ્રાફ સતત ઉંચી હોવાનો અંદાજ તંત્રના ધ્યાને આવતા લાંબો સમય થઈ ગયો હતો. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓની કચેરી અને પોલીસ સ્ટેશનના અધિકારીને કયા અરજદારે કેટલીવાર ફરિયાદ કરવા ધક્કા ખાધા તેની જાણ થતી ન હતી. આમ, અરજદારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ રજૂઆતો માટે ફેરવવામાં આવતા અને ફરિયાદ નોંધવામાં આવતી ન હોવાનું ધ્યાને રાજ્ય સરકારે જનતાની આ તકલીફને દૂર કરવાના નિર્ણયના ભાગરૂપે તમામ પ્રકારની ફરિયાદો ઓનલાઈન નોંધાઈ શકે તેવી સિસ્ટમ ઉભી કરી દીધી છે.

ટૂંક સમયમાંથી આ સિસ્ટમ કાર્યરત થઈ જશે તેવો વિશ્વાસ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. ફરિયાદીના પ્રકાર જોવા જઈએ તો ચોરી, લૂંટ, પાડ, સાયબર ક્રાઈમ, મારામારી, ધમકી, અપશબ્દો, ખંડણી, વ્યાજખોરી, છેડતી, દુષ્કર્મ, છેતરપિંડી, આત્મહત્યા કરવા મજબૂર કરવું, ઉથાર લઈ રકમ પરત ના કરવી, જમીન પચાવવી, મકાન પચાવવું સહિતની તમામ પ્રકારની ફરિયાદ લોકો ઓનલાઈન કરી શકશે.

પોલીસ ફરિયાદની વિગતોમાં ફેરફાર કે આરોપીનો બચાવ નહીં કરી શકે

પોલીસ સ્ટેશનમાં અરજદાર ફરિયાદ માટે જાય ત્યારે પોલીસ હકીકત સાંભળીને આરોપીને બચાવવા અથવા તો તપાસ કરવાની આળસને કારણે શબ્દોમાં ફેરફાર કરી દે છે. આ ઉપરાંત ગંભીર ગુનાને હળવો બનાવીને નોંધી લે છે. પોલીસની આ બધી ચાલાકીનો અંત આવી જાય તેવી સિસ્ટમ હોવાનું અધિકારીઓ માને છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર